સ્ટોન કિલરની હત્યા : અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય હત્યાનું કારણ, આરોપીને ભાણવડ સાથે છે આવો નાતો

0
1120

જામનગર : રાજકોટમાં નવરંગપરામાં કાપડિયા એસ્ટેટની ઓફિસની અગાસી પરથી તાજેતરમાં કુખ્યાત સ્ટોન કિલરનો પથ્થરના ઘા જીકી હત્યા કરી દેવાયેલ મૃતદેહ મળ્યા બાદ પોલીસે આ કોયડાને ઉકેલી નાખી મૃતક સાથે અવારનવાર રહેતા જ બે સખ્સોની ધરપકડ કરી છે. હત્યાનો ભોગ બનેલ કુખ્યાત સખ્સ વારેવારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાથી કંટાળી હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

હત્યાનું ઘટના સ્થળ અને મૃતક મહેશની ઇનસાઇડ તસ્વીર

 તાજેતરમાં રાજકોટમાં કુખ્યાત સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળીયો મગન સુનરા ઉવ ૪૯ નામના સખ્સની પોતાની જ મેડિસ ઓપરેન્ડીથી એટલે કે પથ્થરના ઘા જીકી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈને પોલીસે ત્રણ દિવસ સુધી તપાસ ચલાવી આ પ્રકરણનો ભેદ ઉકેલી નાખ્યો છે.

હત્યા કરાયેલ મૃતકના દેહને પોલીસે ફોરેન્સિક લેબમાં ખસેડ્યો હતો….

રાજકોટ પોલીસે અજીત ગગનભાઈ બાબર અને વિજય ઉર્ફે રમેશભાઈ ઢોલી નામના બે સખ્સોની ધરપકડ કરી છે અને એક સખ્સ હજુ ફરાર દર્શાવાયો છે. પાંચેક વર્ષ પૂર્વે મૃતક મહેશ અને આરોપી અજીત વચ્ચે જેતપુર ખાતે એક હોટેલમાં પરિચય થયો હતો. મિત્રતા થયા બાદ મૃતક મહેશનો ત્રાસ શરુ થયો હતો. મૃતક મિત્ર અજીત પર એક દિવસ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ અવારનવાર તેનો શારીરિક ત્રાસ શરુ થયો હતો. અજીત ના પાડતો તો આરોપી બદનામ કરવાની અને પરિવારને જાણ કરી દેવાની ધમકી આપતો હતો. સમય જતા મૃતક મહેશ અને અજીત રાજકોટ લઇ આવી વાળંદની દુકાન પણ કરી આપી હતી. જો કે આ વર્ષની શરૂઆતમાં અજીત દુબઈ ચાલ્યો ગયો હતો પરંતુ કોરોનાને પગલે તે પરત ફર્યો હતો. અજીત મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના સાજડીયાળી ગામનો છે.દુબઈથી પરત આવી ગયા બાદ વતન ચાલ્યો ગયો હતો. જે કે વતન જાય તે પૂર્વે તે ત્રણ ચાર દિવસ રાજકોટ રોકાયો હતો. આ દિવસોમાં પણ અજીત મૃતકની વાસનાનો શિકાર બન્યો હતો.

આરોપી રવિ અને વિજય…..

બીજી તરફ મૃતકના મહેશના અન્ય મિત્રો એવા આરોપીઓ વિજય અને ફરમાનની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. જેને લઈને ત્રણેયએ સાથે મળી હત્યાનું કાવતરું રચી ગત શનિવારે રાત્રે પથ્થરના ઘા જીકી મહેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહેશ મૃત્યુ પામ્યા બાદ આરોપીઓએ મહેશના જ મોબાઈલ ફોન પરથી ૧૦૮ને ફોન કર્યો હતો. પોલીસ તપાસમાં આ તમામ વિગતો બહાર આવી છે. હાલ પોલીસે ફરહાન સિવાયના અન્ય બંને આરોપીઓને પકડી પાડ્યા છે. કુખ્યાત સ્ટોન કિલર મહેશ પર એક દસકા પૂર્વે રાજકોટમાં ત્રણ ભિક્ષુકની પથ્થરના ઘા જીકી હત્યા કરી હોવાનો આરોપ હતો. આ કેશમાં મૃતક જેવા પણ ભોગવી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહેશે એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનાથી એક દીકરો અને એક દીકરી સંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે.  જો કે મહેશ સાથે લાંબો સમય નહી જામતા આખરે તેની પત્ની સંતાનોને લઇ ચાલી ગઈ હતી. ત્યારથી મૃતક રખડતું જીવન જીવતો હતો.

NO COMMENTS