રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૨૫ ઓગસ્ટથી પરીક્ષાઓ શરુ થશે. વિદ્યાર્થીઓને પેપર શરૂ થયાના પોણો કલાક પૂર્વે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા તાકીદ કરવામાં આવી છે.
ધોરણ દસ અને બાર સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થી અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં રોગચાળાની સ્થિતિને લઈને બોર્ડ દ્વારા જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખી ઓગસ્ટમાં લેવાનું નક્કી કરાયું છે.
બોર્ડના સમયપત્રક મુબજ, ૨૫ ઓગસ્ટે ધો-૧૨નું ગણિત અને જીવવિજ્ઞાનનું પેપર, ૨૬ ઓગસ્ટે ધોરણ-૧૨નું અગ્રેજીનું પેપર, ૨૭ ઓગસ્ટે ધો-૧૨નું પ્રથમ ભાષા અને કમ્પ્યૂટર અને ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે.
બીજી તરફ ૨૫ ઓગસ્ટે ધો-૧૦નું પ્રથમ ભાષાનું પેપર, ૨૬ ઓગસ્ટે ધો-૧૦નું સામાજિક વિજ્ઞાનનું પેપર અને ૨૭ ઓગસ્ટે ગણિત, ૨૮ ઓગસ્ટે વિજ્ઞાનનુ પેપર રહેશે.
ધોરણ ૧૨ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ૨૫ ઓગસ્ટથી આ પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સ સહિતના પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦ની પરીક્ષા ૨૩ ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે ધો.૧૨ સાયન્સની પૂરક પરીક્ષા ૨૫ ઓગસ્ટથી શરૂ થશે. આ પૂરક પરીક્ષા માટે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૦ હજાર જ્યારે ધોરણ ૧૨ સાયન્સ માટે ૨૩ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે.