હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદના પગલે ૩ સ્ટેટ હાઇવે અને પંચાયતના ૧૨ રસ્તાઓ બંધ છે. આ રસ્તાઓને પુનઃ શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.
માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ઓવરટોપિંગના કારણે ૩ સ્ટેટ હાઇવે બંધ થયા છે. જેમાં દ્વારકા નાગેશ્વર રોડ, દ્વારકા જુના ચરકલા રોડ, અડવાણા રાવલ કલ્યાણપુર ભાટીયા રોડનો સમાવેશ થાય છે. જ્યારે પંચાયતના ૧૨ રસ્તાઓ બંધ થયા છે. જેમાં ખંભાળિયા તાલુકાના સલાયા રિકલેમેશેન ગોઈંજ રોડ, કબર વિસોત્રી ટુ જોઈન એસ.એચ. રોડ, કલ્યાણપુર તાલુકાના એસ.એચ. ટુ રાણ મેવાસા વીરપુર મોટા આસોટા નાના આસોટા રોડ, જામપર ધૂમથર સિધ્ધપુર રોડ, ડાંગરવડથી આશિયાવદર રોડ, જામપર ચપર રોડ, એસ.એચ.ટુ ચૂર ચપર મોવાણ રોડ, ભાણવડ તાલુકામાં નવાગામ ભાણવડ રોડ, દ્વારકા તાલુકામાં રાજપરા પોશીત્રા રોડ, નાના ભાવડા મોટા ભાવડા કોરાડા રોડ, એસ.એચ.ટુ ધોળા મુળવાસર નાના ભાવડા મુળવાસર અણીયારી ખતુમ્બા રોડ, દ્વારકા વસઈ બાટીસા ગઢેચી હમુસર રોડ બંધ છે.
જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ ભારે વરસાદના પગલે લોકોને નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ના કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.