જામનગર : જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી જામનગર જીલ્લા પોલીસ બેડામાં ચાલી રહેલ ચર્ચાઓને લઈને આજે વાસ્તવિકરૂપ મળ્યું હોય તેમ જીલ્લાના એલસીબી, એસઓજી સહિત ત્રણેય ડીવીજન પીઆઈની અરસપરસ બદલી કરવામાં આવી છે.
જામનગર પોલીસ દ્વારા આગામી સમયમાં સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવાની વેતરણમાં હોવાની વહેતી થયેલ ચર્ચાઓ વચ્ચે એસપી દીપેન ભદ્રનની નિમણુક બાદ વધુ ચર્ચાઓ શરુ થઇ થઇ હતી. જેને લઈને પોલીસ બેડામાં પણ ક્યાંકને કયાંક ગભરાહત જોવા મળતો હતો જે મુજબ,
જામનગર પોલીસમાં મોટા ફેરફાર કરતા SP દીપેન ભદ્રન
સ્પેશ્યલ ઓપરેશન માટે ટીમ જામનગર સજજ : કાઉન્ટ ડાઉન શરૂ !
▪️નવનિયુક્ત પી. આઇ કે.જી.ચૌધરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં (એલસીબી) મુકાયા
▪️પી.આઇ એસ.એસ.નીનામાને એસ.ઓ.જીમાં મુકાયા
▪️એલસીબી પી આઈ જલુંને સીટી એ ડિવિઝન
▪️એસઓજી પીઆઇ ગાધેને સીટી બી ડિવિઝન
▪️સીટી સી ડિવિઝન પીઆઈ વસાવાને કાલાવડ મુકાયા
▪️કાલાવડ પી આઈ ભોયે ને સીપીઆઈ તરીકે બદલી
▪️સીપીઆઈ આર.બી.ગઢવીને એરપોર્ટ સિક્યોરિટી
▪️સીટી એ ડિવિઝન પી.આઈ એમ.આર.ગોંડલિયા ને સીટી સી.ડિવિઝન
▪️PSI બી.એમ.દેવમુરારી અમદાવાદથી એલસીબી ખાતે બદલી
▪️રીડર જામ.ગ્રામ્ય ના પીએસઆઇ આર.વી.વીંછી ને એસ.ઓ.જીમાં મુકાયા
▪️કાલાવડ ગ્રામ્યમાં પીએસઆઇ હિરલ પટેલને મુકાયા છે.
જામનગર શહેરમાં વધી રહેલી માફિયાગીરીને નાથવા માટે એસપી દીપેન ભદ્રનને ખુલ્લો દોર અપાયો હોવાની ચર્ચાઓ વચ્ચે આજે જાને તેઓએ ઓપરેશન માટે પોતાની ટીમને સ્પેશિયલ બ્રાન્ચમાં સ્થાન આપી નિયુક્ત કર્યા છે. આગામી સપ્તાહમાં જામનગરમાં વધુ કડાકા ભડાકા થશે એ નિશ્ચિત છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે આગામી સમયમાં એસપી દીપેન ગુનેગારો પર કેવી રીતે તૂટી પડે છે?