સ્પેશિયલ ઓપ્સ : ભારત વિરોધી જાસુસી કરતા ઈમરાને નેવીમાં કોને પુરા પાડ્યા રૂપિયા ? આવી છે જાસુસી માયાઝાળ

0
804

જામનગર : ભારત વિરોધી જાસુસી કરનાર ગોધરાના ઇમરાન ગીતેલી નામનો રીક્ષા ચાલકને એનઆઈએની ટીમે સ્થાનિક એસઓજીની ટીમને સાથે રાખી પાકડી પાડ્યો છે. વિશાખાપટ્ટનમ નેવીની જાસુસી કેસમાં પણ ઇમરાનની સંડોવણી ખુલી છે. પાકિસ્તાનથી કપડા લઇ આવી અહી વેચતા સખ્સને આઈએસઆઈ સાથે ધરોબો હોવાનું સામે આવ્યુ છે. એનઆઈએની ટીમ ઇમરાનને લઈને હૈદરાબાદ લઇ ગઈ છે.

વર્ષ ૨૦૧૯માં વિશાખાપટ્ટનમ નેવીની જાસુસી કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપી એવા ગોધરામાં રીક્ષા ચાલક તરીકેનો વ્યવસાય કરતા અને ભારત વિરોધી પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ સાથે ઘનિષ્ઠ સબંધો ધરાવતા ઇમરાન ગીતેલી નામના સખ્સને આજે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે પકડી પાડ્યો છે. આરોપી ઇમરાનના ઘરેથી એનઆઈએની ટીમ સવેદનશીલ સાહિત્ય પણ કબજે કર્યું છે. ઇમરાનના મોટાભાગના સબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનની ખુફિયા એજન્સી સાથે સંપર્કો થયા હતા. સમય જતા ભારત વિરોધી જાસુસી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

પાકિસ્તાન માટે જાસુસી કરતા ઇમરાન પર ગત વર્ષ વિશાખાપટ્ટનમ ખાતે નેવીની જાસુસી કેસનો મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું છે. પનડુબીનું લોકેશન અને નેવીની અન્ય ગતિવિધિઓ સહિતની જાસુસી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કામ માટે પાકિસ્તાનથી નાણા પુરા પાડવામાં આવ્યા છે. આરોપી ઈમરાને આ જાસુસી માટે નેવી સાથે સંકળાયેલ વ્યક્તિઓને નાણા પુરા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એસોસિયેટ બેંક દ્વારા નાણા ટ્રાન્સફર થયા હતા. ચાર માસ પૂર્વે એનઆઈએની ટીમે ૧૪ આરોપીઓ સામે ચાર્જસીટ પણ કરી દેવામાં આવ્યું છે. રીક્ષા ચલાવવાની સાથે ઇમરાન પાકિસ્તાનથી તૈયાર કપડા લઇ આવી અહી વેચતો હોવાનું પણ સામેં આવ્યું છે. સ્પેશિયલ ઓપ્સ સીરીજ જેવી જ થીમ પર કામ કરતા ઇમરાન યાકુબને લઇ હાલ એનઆઈએની ટીમે હૈદરાબાદ લઇ ગઈ છે ત્યાં હાલ પૂછપરછ શરુ કરી છે.

NO COMMENTS