સ્પેશ્યલ ઓપ્સ : આખરે જમીન-ખંડણી માફિયા જયેશ પટેલ લંડનમાં પકડાયો, પણ ભારત લઇ આવવા આવશે અવરોધ ???

0
1089

જામનગર : જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને લંડનથી પકડી પાડયો હોવાના બિનસત્તાવાર સમાચારના પગલે ફરી વખત જામનગર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બન્ને દેશ વચ્ચેની રાજદ્વારી પ્રક્રિયા બાદ જયેશ પટેલને ભારત લઇ આવવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે તો બીજી તરફ જામનગર પોલીસે કુખ્યાત જયેશ પટેલ પકડાયા અંગેની વાતની જાણકારી ન હોવાનું કહ્યું છે. પરંતુ સુત્રોનું માનવામાં આવે તો જયેશ પટેલને દબોચી લેવામાં આવ્યો છે અને બંને દેશના રાજદ્વારી કરારો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને દુબઇમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા વધુ એક વખત જયેશ પટેલ રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા બે દાયકામાં એક બાદ એક અનેક જમીન કૌભાંડ આચારી ચુકેલ જયેશ પટેલ વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણ બાદ બેફામ બન્યો હત અને ભુર્ગભમાં રહી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક પણ વિસ્તાર્યુ હતું. માલેતુજાર વેપારીઓ બાદ સરકાર માટે પણ માથાનો દુ:ખાવો બની ગયેલ જયેશ પટેલને નાથવો જરૂરી બની સરકાર દ્વારા સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જયેશ પટેલને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને છેલ્લા ત્રણ માસના ગાળામાં પોલીસને મહત્વની સફળતાઓ પણ મળી છે ત્યારે  આજે લંડનથી જયેશ પટેલ પકડાય ગયો હોવાના સમાચાર વહેતા થતા જ ફરી વખત જામનગર ચર્ચામાં આવ્યું છે. સુત્રોનું માનવામાં આવે તો રાજદ્વારી પ્રક્રિયા બાદ બ્રિટનથી જયેશને ભારત લઇ આવવામાં આવશે અને આ પ્રક્રિયા હાથ પણ ધરી દેવામાં આવી છે. જોકે બ્રિટન અને ભારત વચ્ચે ગુનેગારોના પ્રત્યાર્પણને લઈને લાંબી અને જટિલ પ્રક્રિયા છે. દેશના અર્થતંત્રના ગુનામાં સંડોવાયેલ વિજય માલ્યા અને નીરવ મોદી ખુલ્લેઆમ લંડનમાં ફરી રહ્યા છે. ત્યારે જયેશ પટેલ સાથે ત્યાની અદાલત કેવું વલણ અપનાવી ચુકાદો આપે છે એ પરથી જયેશ પટેલને ભારત કયારે લઇ આવામાં આવશે એ નક્કી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here