જામનગર અપડેટ્સ : જામનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂ-માફિયા જયેશ પટેલના સામ્રાજ્યને ખતમ કરવાના સ્પેશિયલ ઓપરેશન અંતર્ગત આજે જયેશ સાથે સક્લાયેલ વધુ એક સખ્સને સકંજામાં લીધા છે. જ્યેશના ગુન્હાહિત સામ્રાજ્ય સામે નોંધાયેલ ગુજસીટોક કાયદા હેઠળનની ફરિયામાં વકીલ વસંત માનસાતાની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેના રીપોર્ટ આવ્યે ધરપકડ કરી રિમાન્ડ માંગવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસે છેલ્લા પખવાડીયામાં ગુજસીટોક અંતર્ગત ૧૪ પૈકી વકિલ સહિત ૧૧ આરોપીઓની અટકાયત કરી છે. આ પ્રકરણમાં જયેશ પટેલ સહિત હજુ ત્રણ સખ્સો ફરાર છે.
જામનગરમાં જયેશ પટેલના ગુન્હાહિત સામ્રાજ્યને રફેદફે કરવામાં માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં જયેશ પટેલ સાથે સીધી રીતે સંકળાયેલ છ સાગરીતોને જેલ હવાલે કર્યા છે. જયારે જયેશ પટેલ અને તેના અન્ય ૧૩ વ્હાઈટ કોલરસ સામે ગુજ્સીટોક કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં બિલ્ડર નીલેશ ટોલીયા, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, ભાજપના નગરસેવક અતુલ ભંડેરી, બિલ્ડર મુકેશ અભંગી, જયેશ પટેલના અખબાર સાથે સંકળાયેલ પ્રવીણ ચોવટિયા, અનીલ પરમાર, જીગર ઉર્ફે જીમ્મી આડતિયા, બિલ્ડર પ્રફુલ પોપટ, જામનગરમાં જ જયેશ પટેલનો કાળો કાળોબાર સંભાળતા યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા બંધુઓ, રમેશ અભંગી, સુનીલ ચાંગાણી, વકીલ વસંત માનસતા અને જયેશ પટેલ સહિતનાઓ આરોપી તરીકે દર્શાવાયા હતા. પોલીસે જેતે સમયે ઉપરોક્ત પ્રથમ હરોળના આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ જાડેજા બંધુઓને પણ રિમાન્ડ પર લીધા છે. જયેશ પટેલના જમીન કૌભાંડ સંભાળતા બંને જાડેજા બંધુઓ હજુ બાર દિવસના રિમાન્ડ પર છે ત્યાં જ આજે પોલીસે વધુ એક આરોપી એવા વકીલ વસંત માનસાતાને પકડી પાડ્યા છે. પોલીસે જામનગરની જ અટક દર્શાવી વકીલ માનસતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેનો રીપોર્ટ આવ્યે પોલીસ દ્વારા ધરપકડ કરી બાર દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.
પોલીસની રિમાન્ડ રીક્વેસ્ટ લેટરમાં વકીલ સામે આવો છે આરોપ
પોલીસ દ્વારા જયારે આઠ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા ત્યારે રિમાન્ડ મેળવવા માટે રજુ કરવામાં આવેલ રિમાન્ડ રીક્વેસ્ટ લેટરમાં આરોપી વસંત માનસતા સામે આવો કૈક આરોપ લગાવ્યો છે. જેમાં ટાંકવામાં આવેલ લેખન મુજબ, જયેશ મુળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ કે જોઓ જામનગરથી દુર રહી પોતાનું નેટવર્ક ચલાવવા માટે એક ખાસ પ્રકારની ઓર્ગેનાઈઝ્ડ ગેંગ ઉભી કરેલ છે.
જેમાં કાયદાકીય સલાહ મેળવવા તથા જમીન સહિતના સિવિલ તથા ફોજદારી કેસો ચલાવવા તેમજ ન્યુઝ પેપરમાં જમીન વાંધા અંગેની તદન બનાવટી પ્રકારની નોટીસો પ્રસિદ્ધ કરવા સારું તેઓએ આરોપી વકીલ વસંત માનસાતાને પોતાની સાથે રાખેલ છે.
જયેશ અને વકીલ માનસતા બંને એકસાથે છે ચાર ફરિયાદમાં આરોપી
જમીન માફિયા જયેશ પટેલના કાયદાકીય કામ સંભાળતા વકીલ વસંત માનસતા સામે પણ જુદા જુદા પોલીસ દફતરમાં ચાર ફરિયાદો નોંધાઈ છે એમ ગુજસીટોક હેઠળ નોંધાયેલ ગુન્હાની તપાસ કરતા એએસપી નીતેશ પાંડેએ જણાવ્યું છે. જો કે હાલ વકીલ માનસતાની ગુજસીટોક કાયદા હેઠળ જ ધરપકડ કરવામાં આવશે એમ ઉમેર્યું હતું. છેલ્લા એક વર્ષમાં વકીલ માનસતા અને જયેશ પટેલ સામે બે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.