Special Ops : ભાઈના લગ્નમાં ‘ગુલાબી નોટો’નો વરસાદ કરનાર જયેશ પટેલના સાગ્રીત બંધુ રિમાન્ડ પર

0
1838

જામનગર અપડેટ્સ : સ્પેશિયલ ઓપ્સ હેઠળ ‘ઓપરેશન જયેશ પટેલ’ ને સફળતા પૂર્વક પાર પાડવા માટે એસપી દીપન ભદ્રન અને તેની સ્પેશ્યલ ટિમ ચોક્કસ રસ્તા પર કામ કરી રહી છે. જયેશના સામ્રાજ્યને તોડવા માટે ગુજસીટોકનું હથિયાર ઉગામી ધરપકડ કરવામાં આવેલ ભુ માફિયા જયેશ પટેલના બે સાગરીતો જાડેજા બંધુને રાજકોટ કોર્ટે બાર દિવસના રિમાન્ડ લેવા હુકમ કર્યો છે. જ્યારે બિલ્ડર નીલેશ ટોલિયા સહિતના અન્ય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો કે પોલીસે આ સખ્સોને જામનગરન બદલે અન્ય જીલ્લાની જેલમાં મોકલવા કોર્ટને વિનવણી કરી છે.

જામનગર પોલીસે જયેશ પટેલ ગેંગના વેપારીઓ, રાજકારણીઓ, પૂર્વ પોલીસકર્મી સહિતના લોકો મળીને 8ની ધરપકડ કરી 14 શખસો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોધી આઠેય આરોપીઓને રિમાન્ડ લીધા હતા.  જિલ્લામાં ઘણા સમયથી મોકાની જમીનો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ જયેશ પટેલ ગેંગ દ્વારા ચલાવવામાં આવતી હતી જે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત થતાં સરકાર ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સ્પેશિયલ ટીમો બનાવીને જયેશ પટેલ અને તેના સાગરિતો પર તૂટી પડી હતી. દરમિયાન જયેશ પટેલની ગેંગ માટે કામ કરતા અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી (ભાજપના કોર્પોરેટર), વસરામ ગોવિંદભાઈ મિયાત્રા (પૂર્વ પોલીસકર્મી),નિલેશ મનસુખભાઈ ટોલિયા (બિલ્ડર), મુકેશ વલ્લભભાઈ અભંગી (બિલ્ડર), પ્રવીણ પરસોત્તમભાઈ ચોવટિયા, જીગર ઉર્ફે જીમી પ્રવીણચંદ્ર આડતિયા (સાધના ફોરેક્સ), અનિલ મનજીભાઈ પરમાર, પ્રફુલ્લ જયંતિભાઈ પોપટ (વેપારી, ગ્રેઈન માર્કેટ), જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (જમીન લે-વેચ), જયેશ મુળજીભાઈ પટેલ (ભૂ-માફિયા), રમેશ અભંગી, યશપાલસિંહ જાડેજા, વકીલ વીએલ માનસાતા અને સુનીલ ચાંગાણી સહિતના ૧૪ સખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને પકડી પાડવામાં આવેલ આઠ સખ્સોને રાજકોટ કોર્ટમાં રજૂ  કરી પાંચને બાર દિવસ અને અન્ય ત્રણને નવ દિવસના રિમાન્ડ પર લઇ પુછપરછ કરી હતી. જે કે આઠ પૈકી મુકેશ અભંગીને બીજી વખત ત્રણ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી. જયારે બુધવારે જેલમાં રહેલ જસપાલસિંહ જાડેજાનો કબજો સંભાળી તથા તેના ભાઈ યશપાલસિંહની ધરપકડ કરી હતી.

આ તમામ આરોપીઓને આજે રાજકોટ જેલમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં યશપાલ અને જસપાલ બંધુઓના વીસ દિવસની માંગણી સામે બાર દિવસ અને અન્ય પાંચ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ ગુન્હિત માનસિકતા ધરાવતા આરોપીઓએ એક જ જેલમાં સંગઠિત ન થાય તે માટે પોલીસે કોર્ટમાં અરજી કરી તમામને અલગ અલગ જેલમાં મોકલવા વિનંતી કરી છે. આ બાબતે કોર્ટ જે નિર્ણય કરશે તે અહી અપડેટ કરવામાં આવશે.

NO COMMENTS