જામનગર : જામનગર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ “સ્પેશ્યલ ઓપ્સ’ અંતર્ગત ભૂ માફિયા જયેશ પટેલની નજીકના ગણાતા અને જયેશના અમુક કેસ લડનાર વકીલ વસંત માનસતાને પોલીસે ગુજસીટોક હેઠળ ધરપકડ કરી ચાર દીવસના રિમાન્ડ પર લીધા છે. ગુજસીટોકના તહોમતદાર વકીલ વસંત માનસતાની જયેશ સાથે કેવી અને કેટલી કાનૂની સાંઠગાઠ છે તેનો તાગ રિમાન્ડ દરમિયાન સામે આવી જશે.
જામનગરના માલેતુજાર બની ગયેલ અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમના બેતાઝ બાદશાહ બની ગયેલ કુખ્યાત જયેશ પટેલના વધી ગયેલ કદને જમીનદોસ્ત કરવા માટે પોલીસ દ્વારા ઓપરેશન જયેશ પટેલ હાથ ધરવામાં આવ્યું છે. જયેશ પટેલ અને તેની કથિત ગેંગ કે તેના સાગરીતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ કેશમાં પોલીસે દસ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઈ કાલે જામનગરના જાણીતા વકીલ વી એલ માનસતાની ધરપકડ કરી છે. પોલીસે આજે વકીલ વસંત માનસતાને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે.
પોલીસ દ્વારા અગાઉ તૈયાર કરાયેલ રિમાન્ડ ડીમાંડ નોટમાં વકીલ માનસતા સામે સંગીન આરોપ લગાવ્યા હતા જેમાં જયેશ મુળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ કે જોઓ જામનગરથી દુર રહી પોતાનું નેટવર્ક ચલાવવા માટે એક ખાસ પ્રકારની ઓર્ગેનાઈઝ્ડ ગેંગ ઉભી કરેલ છે. જેમાં કાયદાકીય સલાહ મેળવવા તથા જમીન સહિતના સિવિલ તથા ફોજદારી કેસો ચલાવવા તેમજ ન્યુઝ પેપરમાં જમીન વાંધા અંગેની તદન બનાવટી પ્રકારની નોટીસો પ્રસિદ્ધ કરવા સારું તેઓએ આરોપી વકીલ વસંત માનસાતાને પોતાની સાથે રાખેલ છે. આજે એએસપી નીતેશ પાંડે અને તેની ટીમ દ્વારા વકીલ માનસતાને રાજકોટ લઇ જઈ રાજકોટની સ્પેચીઅલ કોર્ટમાં રજુ કર્યા હતા જ્યાં કોર્ટે વકીલને આગામી તા. છ સુધીના ચાર દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો હતો. આ ચાર દિવસમાં તહોમતદાર વકીલ અને જયેશ પટેલ વચ્ચે કાનૂની સંપર્ક અને કેટલા કેસમાં કેવી ભુમિકા રહી છે ? આ ઉપરાંત લામ્બા સમયથી ફરાર જયેશ અને વકીલ વચ્ચે આર્થીક લેવડ-દેવળ કઈ રીતે અને કોના દ્વારા તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તેનો તાગ મેળવવા પોલીસ દ્વારા પૂછપરછ શરુ કરવામાં આવી છે એમ આ પ્રકરણની તપાસકર્તા એએસપી નીતેશ પાંડેએ જણાવ્યું છે.