સ્પેશ્યલ ઓપરેશન: પોલીસે ગુપ્ત રાખેલ આ છે જયેશ પટેલના ચાર સાગરીતો? જાણો કયા કયા છે નામ

0
2645

જામનગર : રેંજ આઈજી સંદીપસિંઘ અને એસપી દીપન ભદ્રેનની સયુંકત પ્રેસ કોન્ફરન્સમાં ગુજ્સીટોક કાયદા હેઠળ જુદી જુદી કલમો અનુસંધાને ૧૪ સખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. એમ સતાવાર કહેવાયું  છે.

આ આરોપીઓની યાદીમાં જયેશ પટેલનો પણ સમાવેશ થાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે પોલીસ નવ સખ્સોની ધરપકડ દર્શાવી છે. જયારે જયેશ પટેલ હજુ ફરાર છે. બીજી તરફ અન્ય ચાર આરોપીઓની નથી ધરપકડ થઇ કે નથી નામ જાહેર થયા !!! ત્યારે આશ્ચર્યની વાત એ હતી કે નામ જાહેર કરવામાં પોલીસને શું વાધો છે ? તપાસના કામને લઈને આરોપીઓના નામ જાહેર નથી કરાયા એમ પોલીસ મત દર્શાવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ ચાર એવા તે મોટા ગજાના કોણ સખ્સો છે કે જેના નામ જાહેર કારણમાં પણ ધરતીકંપ આવી જાય ? સમગ્ર દિવસ દરમિયાન રહસ્ય ગુપ્ત રહ્યા બાદ આજે તમામ આરોપીઓને રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે અન્ય ચાર નામ પણ જાહેર થયા છે.

ત્યારે આજે કોર્ટ કાર્યવાહી દરમિયાન પોલીસના ગુપ્ત ગામ જાહેર થઇ ગયા છે. જેમાં જશપાલસિંહ જાડેજાનો ભાઈ યશપાલસિંહ, જયેશના મોટાભાગના કેસ લડનાર વકીલ વસંત લીલાધર માનસાતા, શુનીલ ગોકળ દાસ ચાંગાણી અને રમેશ અભંગીનો સમાવેશ થાય છે. આ સખ્સો પૈકી વકીલને ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે.

NO COMMENTS