સોખડા મંદિર વિવાદ : અચાનક જામનગરની મહિલાનું નામ ઉછળ્યું

0
2916

વડોદરાના સોખડા ખાતે આવેલ હરિધામ મંદિરમાં ચાલતું આંતરિક રાજકારણ હવે મંદિર પરિસર વટાવી ચુક્યું છે. સ્વામીઓનો સેવક પરના હુમલાનો વિડીઓ વાયરલ થયા બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં મંદિરના ટ્રસ્ટી સમક્ષ મહિલાઓ ટ્રસ્ટ, સંતો અને તેઓના આર્થિક વ્યવહારો તેમજ જામનગરની મહિલા સાથે ફરતા સ્વામીને લઈને ગંભીર આક્ષેપો કરી રહી છે. જેમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારથી માંડી સંતના જામનગરની માહિલા સાથેના સબંધની વાત સામે આવી રહી છે.

સેવક પરના સંતોની હાથાપાઈનો બનાવ હજુ વિસરાયો નથી ત્યાં વધુ એક વાયરલ વિડીઓએ સોખડા હરિધામમાં સૌ સમુસુતરૂ નથી તેવો વધુ એક વખત એહસાસ કરાવ્યો છે. સોખડાના હરીધામ મંદિર ગાદીના સુકાનને લઈને ચાલતો વિવાદ હવે સર્વ વ્યાપી બન્યો છે. ૬૦૦ સંતોને સમાવતા ધામમાં છેલ્લા કેટલાય મહિનાઓથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં એક સેવકે  મહિલાઓનો વિડીઓ ઉતારી લીધાની શંકાથી મંદિરના સેવક પર ચાર સંતોએ હાથાપાઈ કરી હોવાનો વિડીઓ વાયરલ થતા જ સોખડા સમગ્ર રાજ્ય અને સંપ્રદાયમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ વિવાદ હજુ યથાવત છે ત્યાં વધુ એક વિડીઓ વાયરલ થયો છે. આ વખતે મહિલાઓ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ દવેની સામે બળાપો કાઢી મંદિરમાં ચાલી રહેલ અનિષ્ઠ વૃત્તિઓ અને આર્થિક કૌભાંડોને દર્શાવતી નજરે પડે છે.

તાજેતરના વિવાદને લઈને મહિલાએ ટ્રસ્ટી સામે બોલાવેલ તડાપીટનો ઉપરની લીંક ઓપન કરી જુઓ વિડીઓ…..

આ વિડીઓમાં ગુણાતીત સ્વામી, ગુરુ પ્રસાદ, સર્વ મંગલ સ્વામી, બ્રહમ વિહારી સ્વામી, અશોકભાઈ, શાસ્ત્રી સ્વામી વગેરે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલાએ બ્રહ્મ વિહારી સ્વામી સામે ગંભીર આક્ષેપ કરી કહેતા જણાવી રહી છે કે તેઓ ‘જામનગર વાળી’મહિલાને સાથે લઇને ફરે છે. અચાનક આ વિવાદમાં જામનગરની મહિલાનું નામ સામે આવતા આ મુદ્દો જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સંપ્રદાય સાથે સંકળાયેલ એક ચોક્કસ વર્ગની જામનગરની મહિલા હાલ જામનગરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જો કે એ મહિલા કોણ છે ? સ્વામી સાથેના કેવા સબંધો છે ? જેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ વિડીઓમાં જે મહિલા આ વાત કરી રહી છે એ વાતનો ટોન, મહિલા અને સ્વામીના સબંધ વિષે ઘણું કહી જાય એમ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.

મહિલાઓ અંતે કહે છે કે સોખડા રાજકારણનું હબ બની ગયું છે. અને ટ્રસ્ટી અશોકભાઈ પાસે મહિલાઓ જવાબ માંગે છે કે આવું કેમ થાય છે ? એક ગાડીની બે ગાદીઓ થવા નહી જ દઈએ એમ પણ મહિલાઓ કહી રહી છે સાથે સાથે એક સંતને મારવાની વાત પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

NO COMMENTS