જામનગર : જુનાગઢ જીલ્લાનો ગીર વિસ્તારમાં ડાલામથ્થાઓ માટે વિશ્વભરમાં જાણીતો છે. કહેવાય છે કે અહીના એશીયાટીક સાવજો અને મીઠા માનવીઓ ખુબ જ આત્મીયતા છે. અહી બંને એક બીજાના જીવનને અનુરૂપ થઇ રહે છે. એટલે જ તો એક માત્ર ગીરમાં જ સાવજોએ સામ્રાજ્ય ઉભું કર્યું છે.
અહીના સાવજો વારે વારે મીઠા માનવીઓ સાથે જાણે સંવાદ કરવા આવતા હોય એવી રીતે ટહેલવા નીકળી પડી છે. આવું જ એક દ્રશ્ય તાજેતરમાં જુનાગઢના ગામડામાં જોવા મળ્યું હતું. એક સાથે ડઝનેક સાવજો વાડીમાંથી જંગલ તરફ જતા જોવા મળ્યા હતા આ દ્રશ્ય કોઈ ગ્રામવાસીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું. વર્ષો પહેલા કોઈ ફોટોગ્રાફરે ગીરમાં એક પીયાવા ખાતે એક સાથે આઠ-નવ સિંહને પાણી પીતા પોતાના કચકડામાં કેદ કર્યા હતા. ત્યારબાદ એક સાથે એટલા બધા સાવજ એક સાથે જોવા મળ્યા હતા.
વિડીઓ જોવા માટે અહી નીચે આપેલ લીંક પર ક્લિક કરો :