સિક્કા : કોપી કરતા પકડાયેલ વિદ્યાર્થીએ પ્રિન્સીપાલ પર હુમલો કરી પેપર ઉતરવહીના કર્યા આવા હાલ

0
713

જામનગર : જામનગર નજીક દિગ્વિજય ગ્રામ પંચાયત સંચાલિત કોલેજમાં ચાલુ પરીક્ષામાં કોપી કરતા પકડાયેલ એક વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલને બે વખત ધક્કો મારી પાડી દઈ, ફરજમાં રુકાવટ કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

જામનગર તાલુકાના સીકકા ગામે આવેલ દિગ્વિજય ગ્રામ પંચાયત સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા હાલ બીકોમના બીજા વર્ષની પરીક્ષા ચાલી રહી છે. જેમાં ગઈ કાલે બપોરે ત્રણથી સાડા પાંચ વાગ્યાના ગાળામાં બીઝનેશ કોમ્યુનીકેશન પેપર લેવામાં આવી રહ્યું હતું. જેને લઈને પ્રિન્સીપાલ પોતાની ઓફીસમાં બેસી સીસીટીવી નિહાળી પેપરનું મોનીટરીંગ કરી રહ્યા હતા. જેમાં એક ક્લાસમાં પેપર આપી રહેલ અક્ષય હસમુખભાઇ વાઘેલા રહે. સીકકા ટીપીએસ કોલોની વાળો વિદ્યાર્થી પાછળના વિદ્યાર્થીના પેપરમાંથી કોપી કરતો હોવાનું દેખાયું હતું. જેને લઈને પ્રિન્સીપાલ મહાવીરસિંહ અખુભા જાડેજાએ કલાસમાં જઈ વિદ્યાર્થીને આગળની બેન્ચીસમાં બેસી જવા કહ્યું હતું. આથી ઉસ્કેરાઈ ગયેલ વિદ્યાર્થીએ નહિ બેસું થાય તે કરી લ્યો એમ કહી પ્રિન્સીપાલ સાથે જપાજપી કરી પાડી દીધા હતા. બેઠા થવા જતા પ્રિન્સીપાલને આ આરોપીએ ફરી ધક્કો મારી પાડી દેતા હાથમાં ઈજા પહોચી હતી. દરમિયાન આરોપી વિદ્યાર્થી પેપર અને ઉતરવહીને ફાળી નાશી ગયો હતો. કોલેજના પ્રિન્સિપાલે યુનિવર્સીટી તંત્રને જાણ કરી આરોપી વિદ્યાર્થી સામે ફરજમાં રુકાવટ અને હુમલો કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.

NO COMMENTS