જામનગર : સિક્કા થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓએ શા માટે સુત્રોચ્ચાર કર્યો? આવી છે બાબત

0
1920

જામનગર : જામનગર નજીક આવેલ સિક્કા થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓએ આજે દેખાવ કરી સુત્રોચ્ચાર કાર્ય હતા. જેમાં સરકાર દ્વારા વીજ કંપનીના ખાનગીકરણ કરવા અંગેની હાથ ધરવામાં આવેલ પ્રક્રિયાને લઈને કર્મચારીઓ રોષે ભરાયા છે. ખાનગીકરણ થતા કર્મચારીઓની ભવિષ્યની સ્થિતિ અંગે કમર્ચારી સંકલન સમિતિએ વિસ્તારથી સમજણ આપી પ્રક્રિયાને લઈને સુત્રોચ્ચાર કર્યો હતો.

કોલસાની અછતને લઈને સિક્કા થર્મલ પાવર સ્ટેશનના બે પ્લાન્ટ બંધ થયા છે એવી ચર્ચાઓ વચ્ચે આજે કર્મચારીઓ વિરોધ પર ઉતરી આવ્યા હતા. વિરોધ કોલસાની બાબતનો નથી પરંતુ વીજ કપનીના ખાનગીકરણની ગતિવિધિને લઈને કરવામાં આવ્યો હતો. જામનગર નજીક આવેલ થર્મલ પાવર સ્ટેશનના કર્ચારીઓએ આજે દેખાવો કર્યા હતા. વીજ કંપનીના ખાનગીકરણ માટેની પ્રક્રિયાઓની ગંધ આવી જતા કર્મચારીઓએ બાયો ચડાવી છે. કંપનીમાં એકત્ર થયેલ કર્મચારીઓને કર્મચારી સમિતિએ ખાનગીકરણના ગેરફાયદા જણાવ્યા હતા. ત્યારબાદ હાજર કર્મચારીઓએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. .આગામી દિવસોના આયોજન માટે પણ કર્મચારીઓએ તૈયારી શરુ કરી છે. ત્યારે આગામી દિવસોમાં ખાનગીકરણનો મુદ્દો કંપનીને નડતરરૂપ થાય તેવી સંભાવનાઓ  સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here