સિગ્નેચર બ્રીઝ: કેમ છે અલાયદો, કેવી છે ખાસિયત? કેમ છે વિશેષ? જાણો

0
701

દેવભુમિ દ્રારકા જીલ્લાના દ્રારકા તાલુકામાં ઓખા-બેટદ્રારકાના જળ માર્ગને જોડતો સિગ્નેચર બ્રીઝ  સંપુર્ણ તૈયાર થઈ ચુક્યો છે. સિગ્નેચર તરીકે જાહેર થયેલ બ્રિજ દેશના સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે. કુલ અંદાજીત 900 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. યાત્રાધામ દ્રારકા આવતા યાત્રિકો બેટ-દ્રારકા અવશ્ય આવતા હોય છે. ચારેય તરફ દરીયા આવેલ હોવાથી ટાપુ પર આવેલ છે બેટ-દ્રારકા જયા જવા માટે દરિયાઈ માર્ગ બોટનો ઉપયોગ થતો. પરંતુ હવેથી અંદાજીત અઢી કિમીનો સિગ્રનેચ પુલ બનતા વાહનથી કે ચાલી બેટ-દ્રારકા જઈ શકાશે. 

2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના રોજના કરવામાં આવ્યુ હતુ. બ્રિજની કામગીરી 19 માર્ચ 2018માં શરૂ થઈ હતી. પાંચ વર્ષ બાદ કામગીરી પુર્ણ થઈ છે.  સિગ્નેચર બ્રિજ એ દેશમાં પહેલીવાર કર્વલાઈનની ડિઝાઈનના મહાકાય થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે. આ બ્રીજ બનાવવા માટે 2 રિંગ મશીન, 2 ક્રેન અને 2 જેક ઓફ બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે. આ પાઈલોન એટલે કે, આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે, તેનો બેઝ સ્ટીલનો છે અને ઉપર કોંક્રિટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. એક પાયલોનનું વજન 14 હજાર ટન છે. દરેક પાઈલોન પર 12 બાય 20 મીટરની મોરપીંછની ડિઝાઈન છે. 

ગુજરાતના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનનારો સિગ્નેચર બ્રિજ છે. ભારતનો સૌથી મોટો બ્રિજ છે. આ બ્રિજ કચ્છના અખાત અને ઓખા બેટ દ્વારકા ટાપુને જોડતો પુલ છે. બ્રિજની લંબાઈ 2320 મી જેમાં 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. દેશના સૌથીમોટા બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે.  બ્રિજના મુખ્ય ગાળામાં બે પીલ્લરોની ઉંચાઈ 130 મીટરની છે.  બ્રિજના મુખ્ય ગાળામાં બે પાયલોન પર કોતરણી કરીને 20 બાય 12 ના 4 મોરપીછના ચિત્ર કલરથી દોરવામાં આવેલ છે.  બ્રિજ પર રાત્રી દરમ્યાન બાહરી લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 

પુલની પહોળાઈ 27.20 મીટર ચાર માર્ગીય તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બંને તરફ 2.50 મીટર પહોળી ફુટપાથ આવેલ છે.  ફુટપાર્થ ઉપર સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન થશે.જેનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટલાઈટ જરૂરીયાત પુરી પાડવામાં આવે છે.  બ્રિજના કુલ 12 લોકેશન પર વ્યુ ગેલેરીનુ રાખવામાં આવી છે. 

સિગ્રનેચ બ્રિજ કુલ 468 કોન્ક્રીટ સેગ્મેન્ટ એપ્રોચ બ્રિજમાં અને 77 સ્ટીલ સેગ્મેન્ટ મેઈન બ્રિજમાં તૈયાર કરવામાં આવેલ છે. આ સેગ્મેન્ટસની ડીઝાઈન તૈયાર કરવાથી લઈને સ્થળ પર ઈરેકશન સુધીની કામગીરી લઈ સ્થળ પર વિવિધ કામગીરી માટે તાંત્રિક ઈજનેરો અને મજુરો અંદાજીત 450 લોકો દ્રારા કરવામાં આવેલ છે.  બ્રિજમાં કુલ 150,000 કુબીક મીટર કોન્ક્રીટ અને 26500 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે.  બ્રિજ 44 પીયરો તૈયાર કરવામાં આવેલ છે. જેને તૈયાર કરતા અંદાજીત ત્રણ વર્ષનો સમય લાગેલ છે. 

ટુંક સમયમાં બ્રિજનો લોકાર્પણ થશે. જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. લોકાર્પણ બાદ બ્રિજ પર અવર-જવર શરૂ થતા બેટ દ્રારકા અને ઓખામાં પ્રવાસીઓની સંખ્યામં વધારો થશે. સિગ્રનેચ બ્રિજના કારણે દરીયા પાર કરીને વાહનથી લોકો બેટ-દ્રારકા અવર-જવર કરી શકશે.

NO COMMENTS