
જામનગર: જામજોધપુર તાલુકાના સીદસર ગામે કડવા પાડીદાર સમાજે સમાજને કઈ દિશામાં ? કેવી રીતે અને કેવી ઉચાઈએ લઇ જવો એ તમામ સમાજને દેખાડ્યું છે. ઉચ્ચ કોટીના સવા સતાબ્દી આયોજનને કોઈ વિસરી નહિ શકે પણ અમુક સ્વયં સેવકોએ મહેમાન બનેલા સહભાગી ભાવિકો સામે અણછાજતું વર્તન કરી, પાટીદાર સમાજને ન શોભે એવું વર્તન કરી ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો તે સમગ્ર સમાજને ક્ષોભમાં મુકે છે. ખુદપ્રમુખએ દરમિયાનગીરી કરી “ઘોચું’ યુવાનોની છેલબટાઈને લઈને ક્ષોભની લાગણી અનુભવી હતી.

જામજોધપુર ખાતે ચોથા દિવસે સવા શતાબ્દી ઉજવણી પ્રસંગે રાજ્યભરમાંથી પાટીદાર ભાઈઓ-બહેનો સહીત અબાલ વૃદ્ધ સહભાગી બન્યા હતા. સમાજને એક તાંતણે બાંધી કેવો અને કેવી રીતે આગળ લઇ જી શકાય એ અહીંથી દરેક સમાજને ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું, જો કે ગામ હોય ત્યાં ચાર ‘ઘોચું’ હોય જ એવો તાલ પણ જોવા મળ્યો હતો. અમુક યુવાઓએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વયં સેવક તરીકેની જવાબદારી સ્વીકારી પોતાની સમાજ પ્રત્યેની વફાદારી બતાવી હતી અને આ કાર્યક્રમને ઉચ્ચ કોટી તરફ દોરી ગયા હતા.

પરંતુ એવા પણ યુવાનો સ્વયંસેવકો બની ગયા હતા કે જેઓને સ્વયમ બોલવા ચાલવા કે વ્યસ્થાનો ભાગ બનવાનું ભાન જ ન રહ્યું મંદિરના મુખ્ય ગેઇટ સામે સમાજ સેવાના નામે આ સ્વયં સેવકોની ટીમે આમંત્રિત મહેમાનો સમક્ષ વાણીવિલાસ આચરી ‘સમાજ’ પર ઉતારી જઈ હાથાપાઈ સુધી તૈયાર થઇ ગયા હતા અને વિકૃત પટલાઈ દર્શાવી હતી. મદિરના મુખ્ય ગેઇટ બહાર જ હાહો થઇ ગઈ હતી. જેને લઇ ત્યાં હાજર સમાજના પ્રમુખએ ‘છેલબટાઉ સમાજ રત્નો’ને રોકી મામલો થાળે પાડ્યો હતો. છતાં પણ ‘ઘોંચું’ યુવાઓના ચહેરા પર લેશમાત્ર ક્ષોભ જણાતો ન હતો.