દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણમાં અનેરી શ્રદ્ધા ધરાવતા એક બિન ગુજરાતી પરિવારે ગઈ કાલે અગ્યાર કિલો ચાંદી અર્પણ કરી પોતાની અસ્થાના દર્શન કરાવ્યા છે. દુબે પરિવારે પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી.
ભગવાન દ્વારકાધીસમાં અનેરી શ્રધ્ધા ધરાવતા ઉતરપ્રદેશના દુબે પરિવારે ગઈ કાલે દ્વારકાધીસના ચરણોમાં પોતાની શ્રધ્ધા અર્પણ કરી હતી. ગઈ કાલે અહી આવેલ દુબે પરિવારના શ્રીરામમુરત દુબે, બદ્રિપ્રસાદ દુબેએ દ્વાકાધીસ મંદિર ખાતે ૧૧ કિલો ચાંદીના ૨૨ બિસ્કીટ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે જગતમંદિરની આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો હવે ધીમે ધીમે ભાવિકોનો પ્રવાહ ધીરે ધીરે જગત મંદિર તરફ વળ્યો છે.
આ રીતે થાય છે મંદિરની આવકની વહેચણી….
ચાર ધામ પૈકીના એક એવા દ્વારકાધામના જગતમંદિરમાં વર્ષોથી એક સીસ્ટમ અમલમાં છે. મંદિરની સોના ચાંદી તથા રોકડ અને અન્ય આવકનો કઈ રીતે વહીવટ થાય છે તે રોચક બાબત છે. મંદિરનો સમગ્ર વહીવટ દેવ સ્થાન સમિતિ કરે છે. મંદિરમાં સમગ્ર રોકડ આવકમાં ૧૫ ટકા રકમ સમિતિને, બે ટકા ચેરીટી કમિશ્નર કચેરીને સોંપવામાં આવે છે. જયારે ૮૩ ટકા રોકડ મંદિરની આવક પર પુજારી પરિવારને થાય છે. આ ઉપરાંત સોના ચાંદી પર મંદિરના ટ્રસ્ટ એટલે કે દેવસ્થાન સમિતિનો હક્ક રહે છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પૂર્વે એક ભાવિકે ચડાવેલ ચાંદીની ધ્વજાજી વખતે મામલો કોર્ટ પહોચ્યો હતો. પુજારી પરિવાર અને ત્રસ્ત વચ્ચે સર્જાયેલ મતભેદ કાયદાકીય રીતે દુર કરવામાં આવ્યા હતા.