શરમ શરમ : શાળામાં જ શિક્ષક અને શિક્ષિકા બાખડી પડ્યા, ગ્રામજનોએ કર્યું આવું

0
1253

જામનગર અપડેટ્સ : છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પાલા પ્રાથમિક શાળામાં એક શિક્ષક અને શિક્ષિકા વચ્ચે છુટા હાથે હાથાપાઈ થયાનો બનાવ પોલીસ દફતર સુધી પહોંચ્યો છે.

નસવાડી તાલુકાની પાલા પ્રા. શાળામાં ભણાવતા બે શિક્ષકો આજે બાખડી પડ્યા હતા. દરમિયાન શિક્ષિકા મથુરાબેન અને શિક્ષક અલ્કેશ વસાવા બંને એક બીજા જોડે જપાજપી પર ઉતરી આવ્યા હતા. આ બનાવમાં મહિલા શિક્ષિકાના કપડાં ફાટી ગયા હતા. પોતાની પર નિર્લજ્જ હુમલો કર્યો છે એવી વાત સાથે મહિલા શિક્ષિકાએ 100 નંબરમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. આ બનાવના પગલે ગ્રામજનો પણ શાળાએ પહોંચ્યા હતા. વર્ષોથી આ બંને શિક્ષકો વચ્ચે વિવાદ ચાલ્યો આવે છે. જેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે એવા મત સાથે ગ્રામજનો બંને શિક્ષક પર રોષે ભરાયા હતા. વર્ષોથી ચાલતા શાળામાં વિવાદના કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાતા આખરે ગ્રામજનો પણ શિક્ષકોને બદલવાની માંગણી કરી છે. જિલ્લા શિક્ષણ તંત્ર આ બનાવને ગંભીરતાથી લ્યે એવી લાગણી સાથે ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી, બંને શિક્ષકોની બદલી કરવા માંગ કરી છે.

NO COMMENTS