યૌન શોષણ : ક્યાં પહોંચી તપાસ ?વાંચો-સાંભળો કેબીનેટ મંત્રી શુ કહે છે ?

0
1218

જામનગર અપડેટ્સ : જામનગરના બહુચર્ચીત યૌન શોષણ મામલા સહિતની બાબતોને લઈને આજે કેબીનેટ મંત્રી સહિતનાઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિ હેઠળની કાર્યવાહીની ચર્ચાઓ કરવામાં આવી હતી. તો બીજી તરફ હોસ્ટિલના મહિલા એટેન્ડન્ટના યૌન શોષણ મામલે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર આ મામલે સીટની રચના કરી ચૂકી છે. આ સમિતિએ તપાસ શરૂ કરી દીધી છે અને રીપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ જે કોઇ કસુરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું છે.


જો કે આજની બેઠક રોગી કલ્યાણ સમિતિને લઈને મળી હતી પરંતુ હાલ યૌન શોષણનો મામલો રાજ્યભરમાં ચગ્યો છે અને એ મામલે જામનગરની પ્રતિષ્ઠા પર ઘાવ લાગ્યો છે. ત્યારે આ પ્રકરણના કશુરવારો સામે હજુ ફરિયાદ સુધ્ધા નથી થઈ એ આશ્ચર્યની બાબત છે. આ પ્રકરણમાં 60 થી 70 યુવતીઓ યૌન શોષણનો ભોગ બની ચુકી છે એમ આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે છેલ્લા ચાર દિવસથી તપાસના નામે કમિટી માત્ર કાગળ પર કામ કરતી હોય એમ લાગી રહ્યું છે. આ તો ઘટના પ્રસાર પ્રચાર માધ્યમોમાં ચમકતા સરકાર અને પ્રસાસન સામે આવ્યું હોય અને એ પણ તપાસના નામે કાચબા ગતિએ ગાડું હંકારવામાં આવી રહ્યું હોય એવું ચિત્ર સએ આવ્યું છે. સાંભળો મંત્રી કેબીનેટ મંત્રી ફળદુ શુ કહે છે…

યૌન શોષણ મામલે મંત્રી બોલ્યા ..સાંભળો નીચેની લિંક પર ક્લિક કરી

NO COMMENTS