સનસનાટી: ધંધુકાના યુવાનના હત્યારાઓના નિશાના પર હતો જામનગરનો આ યુવાન

0
3238

ધંધુકાના યુવાનની કરપીણ હત્યા પ્રકરણ હાલ રાજયભરમાં ગાજ્યું છે. ત્યારે આજે આ પ્રકરણમાં જામનગરનું નામ ઉછળ્યું છે. જામનગરના કટ્ટર હિંદુવાદી એક યુવાન પણ આ સખ્સોનો ટાર્ગેટ હોવાનું સામે આવ્યું છે. મૌલવી સહિતના ત્રણ આરોપીઓએ અમદાવાદ પોલીસ સમક્ષ કબુલાત કરી હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ જામનગરના યુવાન નિશાના પર હોવાનું સામે આવતા સ્થાનીક પોલીસ પણ હરકતમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સોશ્યલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુક્યા બાદ ધંધુકાના ભરવાડ યુવાનની બે વિધર્મી યુવાનને ધડાધડ ફાયરીંગ કરી હત્યા નીપજાવી હોવાના થયેલ ખૂલાસા બાદ હત્યા પ્રકરણના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદના બે સખ્સો ઉપરાંત હત્યાનું કાવતરું રચનાર અને હથિયાર પૂરું પાડનાર મૌલવીને પણ પકડી પાડ્યો છે. પોલીસે હાલ આ ત્રણેય સખ્સોની સઘન પુછપરછ હાથ ધરી છે. ફંડિંગ, હથિયાર અને યુવાનોને ઉશ્કેરણી સહિતની મૌલાની જવાબદારી સામે આવી છે. ત્યારે આજે આ પ્રકરણમાં વધુ એક ધડાકો થયો છે.  જેમાં જામનગરમાં હિંદુ ધર્મના રક્ષણ માટે કામ કરતા એક સંગઠન સાથે સંકળાયેલ એક યુવાનની પણ આ જ સખ્સો દ્વારા ધંધુકા હત્યાની જેમ જ હત્યા કરવાની હોવાની વિગતો સામે આવી છે. આ યુવાનની હત્યા માટે પણ કાવતરું રચાઈ ચુક્યું હોવાની વિગતો સામે આવી છે.  જેને લઈને જામનગર પોલીસ સતર્ક બની છે જેતે યુવાનના નિવાસસ્થાન અને તેની ઓફીસ સહિતના સ્થાનોના એડ્રેસ મંગાવી પોલીસ બંદોબસ્તમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસ આ કાર્યવાહી અંતયત ગુપ્ત રીતે કરી રહી છે.

જામનગરના યુવાનની હત્યાની સાજીસ અંગે ઇન્ચાર્જ એસપી નીતેશ પાંડેએ જણાવ્યું હતું કે આવા કોઈ ઈનપુટ ઉપર લેવલથી આપવામાં આવ્યા નથી બીજી તરફ જે યુવાનની હત્યાની સાઝીસ રચવાની શંકા કરવામાં આવી છે એ યુવાનનો સંપર્ક કરવામાં આવતા તેઓએ પોલીસ દ્વારા પોતાના ઘર-રહેઠાણ અને ઓફીસના સરનામાં અંગે પૂછપરછ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here