સનસનાટી: સસ્પેન્ડેડ ઈલેક્ટ્રીશયન ટ્રેક્ટર લઇ આવ્યો, જંગી સાહિત્ય ઉઠાવી ગયો?

0
1799

જામનગર જીલ્લા પંચાયતના ઈલેક્ટ્રીશયન દ્વારા વર્ષોથી જીલ્લાભરમાં કરેલ કામોમાં ઘપ્લાઓ કરી કરોડો રૂપિયાનો કથિત ચૂનો લગાડી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ઈલેક્ટ્રીશયનનું કથિત કારસ્તાનને પગલે તેઓને જીલ્લા પંચાયત દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જે કામ માટે ઈલેક્ટ્રીશયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે જ કામોની દશ હજાર ઉપરાંત ફાઈલ ગુમ થઇ જતા વધુ એક વખત પંચાયત પરિસરમાં સનસનાટી મચી ગઈ છે. છેલ્લા આઠ વર્ષ ઉપરાંતનું રેકર્ડ ગુમ થઇ જતા પંચાયત વિભાગ દ્વારા સસ્પેન્ડેડ ઈલેક્ટ્રીશયન અને તેના માણસો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જીલ્લા પંચાયતમાં ઈલેક્ટ્રીશયન તરીકે ફરજ બજાવતા હરિસિંહ ગોહિલ સામે સ્ટેમ્પ ડયુટી, રોયલ્ટી/ સ્વભંડોળ વગેરેની ગ્રાન્ટમાંથી જીલ્લામાં એલઈડી લાઈટ્સની વહીવટી મંજુરી બાદ લાઈટ ફીટીંગ કર્યાના કમ્પ્લીશન પ્રમાણપત્રમાં નાયબ કાર્યપાલકની બનાવતી સહીઓ કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા ઈલેક્ટ્રીશયન ગોહિલ સામે જીલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સસ્પેન્ડેડ ઈલેક્ટ્રીશયન ગત માર્ચ મહિનામાં ટ્રેક્ટર સાથે જીલ્લા પંચાયત આવ્યા હતા અને પોતાના માણસોની મદદથી થોક બંધ સાહિત્ય ભરી પરત ચાલ્યા ગયા હતા. દરમિયાન પંચાયત દ્વારા તપાસ કરવામાં આવતા થોક બંધ રેકોર્ડ ગુમ થયાનું સામે આવ્યું હતું. સસ્પેન્ડેડ ઈલેક્ટ્રીશયન આ સાહિત્ય ઉઠાવી ગયાની શંકાના આધારે જીલ્લા પંચાયત દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુત્રોનું માનવામાં આવે તો સસ્પેન્ડેડ ઈલેક્ટ્રીશયન દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. જેને છુપાવવા માટે રેકોર્ડ ગુમ કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ સુધીની આયોજન મંડળની ગ્રાન્ટના વીજળી કરણના કામોના નવ રજીસ્ટરો તથા ૨૦૦૦ પેજની ફાઈલ, વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ દરમિયાન એટીવીટીની ગ્રાન્ટના વીજળી કરણના કામોના નવ રજીસ્ટરો તથા ૨૦૦૦ પેઈજની ફાઇલ તેમજ ઉપરોક્ત સમયગાળાની સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના વીજળી કરણના કામોના  પણ 9 રજીસ્ટરો તથા ૨૦૦૦ આસપાસ ફાઇલ અને વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ દરમિયાન રેતી રોયલ્ટીની ગ્રાન્ટના વીજળી કરણના કામોના નવ  રજીસ્ટરો તથા ૨૦૦૦ પેઈજની ફાઇલ ગુમ થવા પામી છે.

આ ઉરાંત સાંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટના વીજળી કરણના કામોના 9 રજીસ્ટરો તથા બે હજાર ઉપરાંત પેઈજની ફાઇલ, જિલ્લા/તાલુકા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટના વીજળી કરણના કામોના પણ નવ રજીસ્ટરો તથા ૨ હજાર પેઈજની ફાઇલ ગુમ થવા પામી છે.

આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના મકાનોના મરામતના કામોના ૨૦ રજીસ્ટર અને ૫ હજાર ઉપરાંત પેઈજની ફાઇલ તથા માપ પોથી અને જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓના ઇલેક્ટ્રીફિકેશનના કામોના ૨૦ રજીસ્ટર અને પાંચ હજાર પેઇજની ફાઇલ તથા માપપોથી ગુમ થવા પામી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ દરમિયાન જુદી-જુદી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતોના વીજળીકરણના કાર્યોના પત્રવ્યવહારની ફાઇલો પણ ગુમ થઇ ગઈ છે.

આ તમામ કાર્યોના તમામ રેકર્ડ આધારો તથા અમુક કામોની માપ પૌથી ગુમ થયેલ હોવાની વિગતો સામે આવતા જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. વર્ષ -૨૦૧૫ થી ૨૦૨૩ ઉપરાંત તે પહેલાના પણ રજિસ્ટરો ફાઇલો માપ પોથી કમ્પલીશન સર્ટિફિકેટ વિગેરે પણ હોઇ શકે કારણકે કોઇ રેકર્ડ નાશ પામેલ નથી. જિલ્લા પંચાયત હસ્તકના કામોની મંજૂરીના હુકમો જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ-કારોબારી ચેરમેન, કાર્યપાલક ઇજનેર દ્વારા આપવામાં આવતા કામોની મંજૂરીની નોટીંગની ફાઇલો વિગેરે સરકારી રેકર્ડ ચોકીદારના કહેવા મુજબ ફરજ મોકુફ કરવામાં આવેલ ઇલેક્ટ્રીશીયન ગોહિલ દ્વારા તેમની સાથે ટ્રેકટર લઇને આવેલા અને જીલ્લા પંચાયતમાંથી ફાઈલો ટ્રેક્ટરમાં લઇ જનારા માણસો તથા તેમની સાથેના પૂર્વ આયોજિત કાવતરામાં સહભાગી થનાર તમામની સામે ફરિયાદ નોંધવા જીલ્લા પંચાયત તરફથી સીટી એ ડીવીજનમાં અરજી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here