સનસનાટી: મુન્દ્રા બંદરે પાકિસ્તાની સૈન્યનો સરંજામ મળી આવ્યો

0
1159

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી તાજેતરમાં મળી આવેલ વિપુલ માત્રાના ડ્રગ્સને લઈને દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું ત્યારે ટૂંકા ગાળામાં જ વધુ એક વખત મુન્દ્રા પોર્ટ ફરી ચર્ચામાં આવ્યું છે. આ વખતે મુન્દ્રા પોર્ટ પરના કન્ટેઇનરમાંથી પાકિસ્તાની સૈન્યનો સરંજામ મળી આવ્યો છે. જેને લઈને દેશભરની સુરક્ષા એજન્સીઓની તપાસ ટિમો કચ્છ તરફ દ્રષ્ટિ દોડાવી તપાસ કરવા આગળ વધી છે.

તાજેતરમાં કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વિપુલ માત્રામાં ઈમ્પોર્ટ થયેલ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આ પ્રકરણની તપાસ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક વખત મુન્દ્રા પોર્ટ વિવાદમાં આવ્યું છે. અહીં આવેલ શિપમાંથી લોડ થયેલ સામાન માંથી પાકિસ્તાની આર્મીની સામગ્રી મળી આવી આવતા સનસનાટી મચી ગઇ છે.મુન્દ્રા પોર્ટ પર આવેલ એક વિદેશી શિપમાંથી અનલોડ કરાયેલ 10 કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી આવી હોવાની વિગતો સામે આવી છે.

આફ્રિકાથી આયાત ભંગારના કનેન્ટરમાં પાકિસ્તાની સામગ્રી મળી આવી આવતા દેશભરની શૂરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે.હાલ આ સરંજામ અંગે કસ્ટમ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન લશ્કરના સબંધિત સામગ્રી નીકળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની તપાસ કરવા કચ્છની વાટ પકડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here