સનસનાટી : છરીની અણીએ વૃદ્ધાને લૂંટી લૂંટારુઓની ભાળ મેળવવા ડોગની મદદ

0
1755

જામનગર અપડેટ્સ :જામનગરમાં મીગ કોલોની ખાતે ત્રીજા માળે રહેતા વૃદ્ધાના લુંટારૂ શખ્સોએ વૃધ્ધાને મોઢે હાથ દઇ, પેટના ભાગે છરી રાખી રોકડ અને સોનાના દાગીનાની લુંટ ચલાવી નાશી જતા દોડધામ મચી જવા પામી છે. બન્ને આરોપીઓની ભાળ મેળવવા પોલીસ દ્વારા રાત્રે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. જો કે આરોપીઓના સગડ સાંપડ્યા ન હતા. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી પણ પોણા કિમિ સુધી પહોંચી ડિગ પણ રોકાઈ ગયો હતો.

શહેરના મધ્યમા આવેલા અને દિવસ-રાત ધમધમતા સુમેર કલબ રોડ પર મીગ કોલોનીમાં એકલા રહેતા જયાબેન અરવિંદભાઇ ઝવેરી ગઈ કાલે રાત્રે પોતાના ત્રીજા માળે આવેલા મકાનમાં એકલા હતા ત્યારે બે શખ્સોએ દસ્તક દીધી હતી. ખુલા દરવાજેથી અંદર આવેલા બન્ને શખ્સ પૈકીના એક શખ્સે મોઢેે હાથ દઇ, મોં બંધ કરી, પેટના ભાગે છરી રાખી દેતા વૃદ્ધા અવાચક થઈ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ અન્ય શખ્સે કબાટમાં રહેલ સોનાની બે નંગ બંગળી, એક સોનાનો ચેઇન તથા એક મોતીની માળા તથા રોકડા રૂા.10 હજારના મુદામાલની લૂંટ ચલાવી નાશી ગયા હતા. રાત્રે સાડા નવથી દસ વાગ્યાના અડધા કલાકના ગાળા દરમ્યાન લુંટની આ ઘટના ઘટી હતી. બન્ને શખ્સો નાશી ગયા બાદ વૃધ્ધાએ રાડા-રાડી કરતા પાડોશીઓ આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વૃધ્ધા જયાબેને બન્ને અજાણ્યા શખ્સો સામેં લૂંટ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એલસીબી, સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

જો કે રાત્રે નાકાબંધીમાં આરોપીઓના સગડ નહી મળતા દિવસે એલસીબીએ ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. ડોગ ઘર બહાર નીકળી મિગ કોલોની થઈ તળાવની પાળ વાળા પાછળ રસ્તેથી ગવર્નમેન્ટ કોલોની તરફના રસ્તે ગયો હતો. જ્યાં બે ત્રણ વખત થોડો પરત આવી ફરી એ જ રસ્તે જઇ થંભી ગયો હતો. કોઈ જાણ ભેદુ શખ્સો આ લૂંટમાં સંડોવાયા હોવા જોઈએ એવી પોલીસે આશંકા સેવી છે. દિવસે રેકી કર્યા બાદ રાત્રે લૂંટ ચલાવવામાં આવી હોય એમ પોલીસે શંકા વ્યક્ત કરી આવી એમ ઓ ધરાવતા શખ્સો સુધી પહોંચવા એક ટિમ કામે લાગી છે.

NO COMMENTS