જામનગર : જયારે જયારે હવાલા કૌભાંડનું નામ આવે છે ત્યારે ત્યારે દુબઈ-જામનગર રૂટ વધુ સપાટી પર આવે છે. તાજેતરમાં ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદમાં પણ જામનગર-દુબઈ રૂટના હવાલા કૌભાંડનો પર્દાફાસ થયો છે. આ રૂટ વાટે જ જામનગર-દુબઈ વચ્ચે ચાલતા અન્ય એક રેકેટ પરથી ગઈ કાલે પરદો ઊંચકાયો છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલ વિદેશી ફ્લાઈટમાંથી ઉતરેલા એક સખ્સને એજન્સીએ રૂપિયા ૮૭ લાખની વિદેશી અને ભારતીય ચલણ સહિતની રોકડ રકમ સાથે પકડી પાડ્યો છે. આ રકમ જામનગરના સખ્સને પહોચતી કરવાની હોવાનું સામે આવ્યું છે. એજન્સીએ જામનગર સુધી તપાસ લંબાવી છે.
હવાલા કૌભાંડને લઈને જામનગરની પ્રતિષ્ઠા પ્રથમથી ખરડાયેલ રહી છે. દાણચોરી હોય કે હવાલા કૌભાંડ જામનગર ભૂતકાળમાં વગોવાયું છે. સોનું, ડ્રગ્સ અને હવાલા કૌભાંડમાં ભૂતકાળમાં ચર્ચામાં રહેલ જામનગર વધુ એક વખત સપાટી પર આવ્યું છે. ગઈ કાલે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવેલ ઇન્ટરનેશલ ફ્લાઈટમાં ઉતરેલા એક પેસેન્જરની અલગથી ઝડતી લેવામાં આવી હતી. જેમાં આ સખ્સના કબજામાંથી રૂપિયા 85 હજાર યુએસ ડોલર, 75 હજાર યુરો અને રૂા.50 હજારની ભારતીય ચલણ મળી રૂા.87 લાખની રોકડ રકમ મળી આવી હતી. એજન્સીની તપાસમાં સખ્સ પાસેથી રકમ અંગેના કોઇ આધાર પુરાવા મળ્યા ન હતા. જેને લઇને એર ઇન્ટેલીજન્સ યુનિટે આરોપીની વિશેષ પૂછપરછ કરી હતી. વિદેશી ચલણ સાથે મળી આવેલ સખ્સ અંગેની જાણ થતા કસ્ટમ ઈન્ટેલીજન્સ દ્વારા પણ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ રકમ જામનગરમાં રહેતા વિનોદ ત્રિલોક ચંદાણી નામના શખ્સને પહોચાડવાની હોવાનું સામે આવ્યું છે. પોલીસે દુબઈમાં કોના દ્વારા હવાલો પાડવામાં આવ્યો છે તે તેમજ જામનગરના સખ્સ સુધી પહોચવા માટે કવાયત હાથ ધરી છે. એજન્સીની એક ટુકડી જામનગર આવી શીંધી સખ્સની શોધખોળ શરુ કરી છે.