સનસનાટી : ઉપલેટા બ્લાસ્ટમાં દ્વારકાના સખ્સની સંડોવણી ખુલી, આરોપીની ધરપકડ

0
1777

જામનગર અપડેટ્સ : રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પાંચ દિવસ પૂર્વે થયેલ પ્રચડ વિસ્ફોટમાં ભંગારના વ્યવસાય પિતા પુત્રના મૃત્યુ નીપજ્યા હતા. ગેસ કટરના સ્પાર્કના કારણે આગ લાગતા આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક રીપોર્ટમાં સામે આવ્યુ હતું. ત્યારબાદ એફએસએલના જાંચ રીપોર્ટમાં ચોકાવનારો ખુલાસો થયો છે. સૈન્યમાં વપરાતા વિસ્ફોટક ભંગારને તોડતી વખતે વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ ભંગાર સપ્લાય કરનાર દ્વારકા જીલ્લાના એક સખ્સને પોલીસે દબોચી લેવાયા છે. પોલીસે ભંગાર સપ્લાયર અને ભંગારના વાડાધારક સામે ફરિયાદ લોન્ચ કરી છે. દ્વારકા જિલ્લાનો સખ્સ વિસ્ફોટક ભંગાર ક્યાંથી લઇ આવ્યો હતો ? તે સહિતની બાબતોનો તાગ મેળવવા પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ગત તા. ૨૪મીના રોજ સવારે ઉપલેટા ખાતે આવેલ કટલેરી માર્કેટમાં ભંગારના ડેલામાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં ગેસ કટરથી ભંગાર તોડી રહેલ રજાક અલીભાઈ અને તેના પુત્ર રઈસના કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા હતા. આ બનાવના પગલે અફરાતફરી સાથે દોડધામ મચી ગઈ હતી. ગેસ કટરથી ભંગાર તોડતી  વખતે ગેસ સીલીન્ડરમાં સ્પાર્ક થતા વિસ્ફોટ થયો હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં જાહેર થયું હતું. દરમિયાન એફએસએલ રીપોર્ટમાં ચોકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં આ વિસ્ફોટ સૈન્યમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક હથિયારો તોડતી વખતે બ્લાસ્ટ થતા થયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી, જેને લઈને પોલીસે તાત્કાલિક ભંગારના વાડા સંચાલક તૌશીફ હારુન ડોસાણીની અટકાયત કરી પુરછપરછ કરી હતી. જેમાં ભંગારનો જથ્થો દ્વારકા જિલ્લાના મોહન પરબતભાઈ જાદવ નામના સખ્સ પાસેથી ખરીદ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તાત્કાલિક આ સખ્સને પકડી પાડ્યો હતો. આ વિસ્ફોટક ક્યાંથી લઇ આવવામાં આવ્યો છે ? તેની વિસ્તૃત માહિતી માટે પોલીસે બંને સખ્સોને  કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here