સ્કુલ ચલે હમ : ચાર દિવસ પછી ધોરણ છ થી આઠ ખુલશે, એક થી પાંચ આવતા મહીને

0
502

જામનગર : જામનગર સહિત રાજ્યભરમાં કોરોનાકાળને લઈને સૌથી વ્યાપક અસર શિક્ષણ કાર્યને પડી છે. રાજ્યભરમાં અગ્યાર માસથી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાયું છે. બોર્ડ અને કોલેજ શિક્ષણ કાર્ય શરુ થયા બાદ હવે ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડતી જાય છે. જેને લઈને રાજ્ય સરકારે આગામી તા. ૧૮મીથી ધોરણ છ થી આઠના વર્ગો શરુ થશે. ત્યારબાદ જો પરિસ્થિતિ સાથે રહી તો આગામી માસથી ધોરણ એક થી પાંચના વર્ગ પર શરુ કરી દેવાની તૈયારી છે.


કોરોનાને કારણે લાંબા સમયથી બંધ શિક્ષણ કાર્ય ગત માસથી શરુ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પ્રતિકુળ પરિસ્થિતિ સામે નહિ આવતા હવે સરકારે બાકી રહેલ ધોરણ છ થી આઠના વર્ગો શરુ કરવાનો નિર્ણય લીધો છે. આગામી તા.૧૮થી આ વર્ગો શરુ થઇ જશે. જો કે ઓનલાઈન વર્ગો પણ કાર્યરત રહેશે. શાળામાં આવતા બાળકનો ફરજીયાત કોરોના ટેસ્ટ અને વાલીઓ પાસેથી બાહેંધરી પત્રક ભરાવવામાં આવશે. ત્યારબાદ જ શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે. જો પખવાડિયામાં અન્ય કોઈ પરિબળ સામે નહી આવે તો આગામી મહિનાથી બાકી રહેતા વર્ગો પણ શરુ કરી દેવાની સરકારે તૈયારી દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here