કૌભાંડ: ખેડૂતોને સબસીડીથી અપાતો યુરિયાનો જથ્થો જામનગરની ફેકટરીમાંથી મળ્યો

0
1167

જામનગર: ખેડૂતોને આપવામાં આવતો રાસાયણિક ખાતરનો જથ્થો બારોબાર ઔદ્યોગિક ગૃહોમાં પધરાવી દેવામાં આવે છે એવી વારંવાર ફરિયાદો ઉઠવા પામતી હતી આ ફરિયાદ સત્ય સાબિત થઈ છે જામનગરથી,  જામનગર ખેતીવાડી તંત્ર દ્વારા નાઘેડી ગામે આવેલ એક ફેકટરીમાં ચેકિંગ કરતા સરકારી સબસીડી વાળો યુરિયા રાસાયણિક ખાતરનો 34 બોરી  જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો ભરૂચ ખાતે આવેલ સરકારી જીએનએફસી કંપનીમાંથી રવાના થયો હોવાની વિગતો સામે આવી છે જોકે કારખાનેદારે રાજકોટ અને અમદાવાદની પેઢી પાસેથી આ જથ્થો ખરીદ્યો હોવાનું જાહેર થયું છે. ખેતીવાડી શાખાએ બંને પેઢીઓ ઉપરાંત gnfc ને પણ નોટિસ મોકલી ખુલાસો માંગ્યો છે.

જામનગર ખેતીવાડી નિયામક કચેરી દ્વારા  એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયાના ડાઈવરજન,  દુરુપયોગ,  બ્લેક માર્કેટિંગ અને સંગ્રહખોરી ને રોકવા માટે જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં જામનગર નજીક ઉદ્યોગિક વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામના ફેક્ટરીમાં ચેકિંગ દરમિયાન ટેકનિકલ ગ્રેડ યુરિયાની ખરીદી બાબતે વેપારી દેવજીભાઈ હરજીભાઈ મંગે અને તેના પુત્ર દિપેશ દેવજીભાઈ મંગે ની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ ટેકનિકલ ગ્રેડ યુરિયાના ડીલરો વડોદરા, રાજકોટ અને અમદાવાદ વાળાઓ પાસેથી ખરીદ કર્યો હોવાનું જણાવ્યું હતું અને તેના બિલ પણ રજૂ કર્યા હતા. જોકે આ જથ્થો સરકાર દ્વારા સબસીડી યુક્ત ખાતરનો હોવાનું સામે આવતા ખેતીવાડી શાખાના અધિકારીઓએ ૩૪ બેગ એટલે કે 1.53 મેટ્રિક ટન જથ્થો સીઝ કરી રાસાયણિક ખાતરનો એક નમૂનો જુનાગઢ લેબોરેટરીમાં મોકલ્યો હતો. જ્યાંથી એવો રિપોર્ટ આવ્યો હતો કે આ જથ્થો નીમ કોટેડ યુરિયા એટલે કે ખેડૂતોને આપવામાં આવતો સબસીડી વાળો જથ્થો છે.

જેને લઈને ખેતીવાડી શાખાએ શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઇઝને નોટિસ આપી હતી આ નોટિસના જવાબમાં પેઢીએ રાજકોટ અમદાવાદ અને બરોડાની પેઢીને ખો આપી હતી અને બિલ રજુ કર્યા હતા. જેને લઇને ખેતીવાડી શાખાએ અમદાવાદ અને રાજકોટની પેઢીઓને નોટિસ મોકલી હતી. આ નોટિસના જવાબમાં બંને પેઢીઓએ જીએનએફસી લિમિટેડ ભરૂચ બ્રાન્ચ ખાતેથી જથ્થો ખરીદ્યો હોવાના પુરાવા રજૂ કર્યા હતા જેને લઈને જીએનએફસી લિમિટેડ કંપનીને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે જોકે આ કંપની દ્વારા હજુ સુધી જવાબ રજૂ કરવામાં આવ્યો નથી આમ સબસીડી વાળા રાસાયણિક ખાતર નિયમ કોટેડ યુરિયા ખેતીમાં વપરાશના બદલે ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતા હોવાનું સામે આવતા ખેતીવાડી શાખા દ્વારા પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરમાં માં ખાતર નિયંત્રણ હુકમની જોગવાઈ તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ 1955 ના કાયદાનો ભંગ કરવા સબક ફરિયાદ નોંધાવી છે જેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here