જામનગર : જામનગરની સલમા નામની યુવતીએ દ્વારકાના દંપતીને એક લાખ રૂપિયા આપી રાજકોટથી એક બાળકની તસ્કરી કરાવી, પોતાના પાંચમા પ્રેમી એવા ખંભાલીયાના લોહાણા સખ્સે કરોડો રૂપિયાની સંપતી વેચી હોવાથી તેની સંપતી પર નજર બગાડી સલમાએ આ વારદાતને અંજામ આપ્યો હતો. રાજકોટ પોલીસે દોઢ વર્ષ પૂર્વે તસ્કરી કરાયેલ બાળક, સલમાં અને દ્વારકાના દંપતીને ઉઠાવી લઇ બાળ તસ્કરીનો પર્દાફાસ કર્યો છે. આ તો થયો ઘટનાનો સારાંસ પરંતુ ફિલ્મને ટક્કર મારે તેવી આ સ્ટોરીની તમામ વિગતો જાણી તમારી પણ રુંવાટી ઉભી થઇ જશે.
રાજકોટની ચાઈલ્ડ થીફની બ્લાઈંડ ઘટના…
તા. ૨૨/૫/૨૦૧૯ના રોજ શાસ્ત્રી મેદાન સામે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ખૂણા પર સુતેલ એક શ્રમિક પરીવારનો એક વર્ષનો બાળક ગુમ થઇ જાય છે. પોલીસમાં ગુમ નોંધ લખાવાય છે. પરંતુ આ કેશમાં કોઈ પુરાવા નહિ મળતા બાળકનો પતો લાગતો નથી. છતાં પણ પોલીસ આ કેશ પાછળ જ હતી. માત્ર એક વર્ષનું બાળક ગુમ ન થાય ચોક્કસથી ચોરી થયું છે આ થીયરી પર પોલીસે વર્ક શરુ કર્યું,
એક મહિના પૂર્વે મળ્યા ઈનપુટ….
લગભગ દોઢ વર્ષ બાદ ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ વી રબારીને ઇનપુટ મળ્યા કે જે બાળક ગુમ થયો છે તે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સલમાં નામની મહિલાએ ખરીદ્યો છે. માસુમ બાળકના જીવને જોખમ ઉભૂ ન થાય તે માટે રાજકોટ પોલીસે અંત્યત ચીવટતાથી તપાસ શરુ કરી. જેમાં સલમાએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે રહેતા નાથાભાઈ સોમૈયા સાથે લાગ્ય કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને રાજકોટ પોલીસે સલમાંનું ખંભાલીયાનું લોકેશન મેળવી લીધું, મહિલા પોલીસને સાથે રાખી ખંભાલીયા પોલીસ દરોડો પાડે છે જેમાં સલમાં બાળક સાથે મળી આવે છે.
સલમાને બાળક તસ્કરીની કેમ જરૂર પડી ?????
ફાતિમા ઉર્ફે સલમાએ અલગ અલગ પાંચ વખત પ્રેમ લગ્ન કર્યા છે. તમામ લગ્નમાં છૂટાછેડા થઇ ગયા હતા. જો કે છેલ્લી વખત ખંભાલીયાના નાથાભાઈ સોમૈયા સાથે થયેલ લગ્નના ભંગાણ બાદ સલમાંને ખભર પડી કે નાથાએ બે કરોડ રૂપિયાની પ્રોપર્ટી વેચી છે અને માલામાલ બની ગયો છે. બસ ત્યારે જ નક્કી કરી લીધું કે નાથા સાથે પુન સબંધ સેટ કરવા, નાથાની સંપતી મળી જાય તે માટે સલમાંને એક બાળકની જરૂર હતી. જેને લઈને તેણીએ દ્વારકા ખાતે રહેતા તેણીના પરિચિત સલીમ હુસેન સુભાણીયા અને તેની પત્ની ફાતિમાને કહ્યું હતું. એક વર્ષ કે તેની નાની ઉમરનું બાળક લઇ આવવા સલમાંએ રૂપિયા બે લાખ આપવા નક્કી કર્યું હતું. દરમિયાન દંપતીએ રાજકોટ ફૂટપાથ પર સુતા પરિવારને ટાર્ગેટ કરી તેનું એક વર્ષનું બાળક ઉઠાવી લઇ સલમાંને જામનગર ખાતે પહોચાડયુ હતું અને સલમાએ દંપતીને એક લાખ રૂપિયા આપ્યા હતા બીજા રૂપિયા પછી આપવાનું કહ્યું હતું
જામનગર મહાનગરપાલિકામાં બાળકનું રજીસ્ટ્રેશન પણ થઇ ગયું….
સલમાંએ બાળક મેળવી તેનું નામ જયદીપ રાખ્યું હતું. અને જામનગર મહાનગર પાલિકામાં બાળકના પિતા તરીકે નાથાલાલનું નામ પણ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. જેના માટે વકીલનું સોગંધ નામું અને નોટરી કરાવ્યું હતું. ગત તા. ૨૬/૭/૧૯ના રોજ મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં બાળક જન્મનું ખોટુ નામાંકન દાખલ થયું છે. ત્યારબાદ આ જ પ્રમાણપત્રના આધારે સલમાંએ નાથાભાઈનો સંપર્ક કરી આ બાળક પોતાની કુખેથી જન્મેલ હોવાનું કહી ધરાર તેની પત્ની તરીકે રહેવા લાગી હતી.
નાથાભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા….
પોલીસે સલમા અને દંપતીને આંતરી લઇ સમગ્ર પ્રકરણ ઊઘાડું પાડ્યું ત્યારે નાથાલાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. કેમ કે છેલ્લા એક વર્ષથી તે જયદીપને પોતાના પુત્ર તરીકે જ ઉછેરતા હતા. સલમાંની દાનત અને પોતાની સાથે રમાયેલ રમતનો ખ્યાલ પણ નાથાભાઈને દુખ પહોચાડી ગયો છે.
આરોપી સલીમ હુસેન સુભણીયાની ક્રાઈમ કુંડળી
આ આરોપી સામે જામનગર સામે જામનગરના ત્રણેય પોલીસ ડીવીજનમાં સ્ત્રી અત્યાચાર, ચોરી અને દારુ સંબંધિત ચાર ગુના નોંધાયા છે. જયારે દ્વારકા પોલીસ દફતરમાં પણ દારૂ સબંધિત ચાર ગુના નોંધાયા છે. આ ઉપરાંત લીમખેડા અને ગીર સોમનાથ,રાજસ્થાન અને અમરેલી તથા તાલાલા ખાતે ચીટીંગના ગુના નોંધાયા છે. જો કે અન્ય બંને મહિલાઓ સામે અગાઉ એક પણ કેશ નોંધાયા નથી.
હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી બાળકને તેના અસલી માતા પિતાને સોંપવા અને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.