સલાયા:હત્યા પ્રયાસ પ્રકરણનો વધુ એક આરોપી નાસી ગયો

0
588

જિલ્લાના સલાયા ખાતે તાજેતરમાં થયેલ મારામારી હત્યા પ્રયાસ પ્રકરણના ખંભાળિયા ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ રહેલ આરોપી નાસી ગયો હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાય છે. ગઈકાલે પાંચ વાગ્યા ના ગાળા પૂર્વે આરોપી હોસ્પિટલમાં જાણ કર્યા વગર જ છું થઈ જતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને કલાકોમાં જ પકડી પાળ્યો છે. તો બીજી તરફ ફરજમાં બેદરકાર રહેલ બે પોલીસક્રમીને સસ્પેન્ડ કરાયા છે.

સલાયા ખાતે તાજેતરમાં વાઘેર સમાજના પ્રમુખ અને અન્ય સખક્ષો વચ્ચે મારામારી થવા પામી હતી. તેમાંના સામેના જૂથે વાઘેર સમાજના પ્રમુખ અને તેના પુત્રો પર જીવલેણ હુમલો કરી ઘાતક ઇજાઓ પહોંચાડી હતી. આ પ્રકરણમાં સામેના જૂથના બે થી ત્રણ શકશો પણ ઇજા પામ્યા હતા. જેમાંના એક શખ્સને જામનગર ખસેડવામાં આવ્યો હતો જામનગરની જીજી હોસ્પિટલમાંથી સારવાર રહેલ શખ્સ જતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી દરમ્યાન પેરોલ ફરલો પોલીસે આરોપીને પકડી પાડી દ્વારકા પોલીસના હવાલે કર્યો હતો. બીજી તરફ આ જ પ્રકરણમાં સંડોવાયેલ એજાજ રજાકભાઈ સંઘાર નામના શખ્સને ખંભાળિયા ખાતે આવેલ સત્વ મલ્ટી સ્પેશિયાલિટી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યા પૂર્વના કોઈ પણ સમયે આ આરોપી રજા લીધા વગર નાસી ગયો હતો. હત્યા પ્રયાસ પ્રકરણમાં અટક થવું ન પડે તેથી આરોપીએ હોસ્પિટલ છોડી પાસે છૂટ્યો હતો.

આરોપી નાસી જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આ પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસમાં સલાયા મરીન પોલીસના પીઆઇ અક્ષય પટેલ દ્વારા આરોપી એજાજ સામે આઇપીસી કલમ 224 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈને જિલ્લા ભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આરોપીના આશ્રય સ્થળો સુધી પહોંચવા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ આરોપી નાસી જવા પ્રકરણમાં બેદરકાર રહેલા સલાયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ પોલીસે રાત્રે જ આરોપીને પકડી પાડ્યો છે.

NO COMMENTS