જામનગર : કુખ્યાત જયેશનો સાગરિત કરોડોના વહેવારનો કરશે ઘટ:સ્પોટ, વીસ દીવસના રિમાન્ડ પર

0
788

જામનગર : ભૂ-માફિયા અને ખંડણીખોર જયેશનો ખૌફ યથાવત છે. જયેશના સામ્રાજ્યને ખત્મ કરવા પોલીસ દ્વારા ચલાવવામાં આવતા ઓપરેશન જયેશ પટેલ વચ્ચે જયેશ પટેલે ફાયરીંગ કરાવી પોલીસને ચેલેન્જ આપી છે. પકડાપકડીના ખેલ વચ્ચે પોલીસે જયેસ પટેલના વધુ એક સાગરિતને દબોચી લીધો છે. ગુજસીટોકના આરોપીઓની કબુલાતના આધારે જયેશના સાગરિતને ઉઠાવી લેવામાં આવ્યો છે. આ આરોપીએ જયેશ સાથે કરેલા કરોડોના વહીવટ પરથી પરદો ઊંચકાશે. જયેશના વહીવટદારને પોલીસે વીસ દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ શરુ કરી છે.

જયેશ પટેલ  કોણ છે….???એવી ઓળખાણની હવે કોઈને જરૂર નથી. એક પછી એક જમીન કૌભાંડ આચરી માલેતુજાર બની ગયેલ જયેશ પટેલ જામનગર માટે ઘાતક બન્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો જયેશ પટેલ ક્યાં છે તેની પોલીસને પણ ખબર નથી. છતાં પણ પૈસાના જોરે આચરતો જાય છે. એક પછી એક ગંભીર ગુનાઓ અને કાળા કારનામાંઓને અંજામ આપી પૈસાદાર બની ગયેલ જયેશ આજે ભાડુતી માણસો રોકી હત્યા, હત્યા પ્રયાસ, ખંડણી અને ફાયરીંગ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે. જયેશની ગુનાખોરી એ હદે વધી જામનગરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો, આખરે સરકારે જાગૃત થઇ શરુ કર્યું ઓપરેશન જયેશ પટેલ

જમીન કૌભાંડની સાથે સાથે જામનગરમાં જયેશે છેલ્લા ત્રણ વર્ષમાં શરુ કર્યો  છે. ખંડણીનો ધંધો માલેતુજારોને ફોન કરી શરુ કર્યો છે. આ ધંધો આ ધંધામાં જયેશને સાથ આપ્યો શહેરના વ્હાઈટ કોલર સખ્સોએ એક પછી એક માલેતુજારો પાસેથી ખંડણી વસુલી જયેશ અને તેની વ્હાઈટ કોલર ગેંગ મહીને-મહીને વધુ સક્રિય થતી ગઈ, એક સમય  એવો આવ્યો  કે શહેરમાં ભય ફેલાઈ ગયો, મોડે થી તો મોડે થી પણ જાગૃત બની સરકારે ચલાવ્યું ઓપરેશન જયેશ પટેલ અને જામનગરની કમાન સોંપી રાજ્યના ખુંખાર ગણાતા આઈપીએસ ઓફિસરોને, એસપી દીપન ભદ્રન અને એએસપી નીતીસ પાંડેએ ચાર્જ સંભાળતાની સાથે જ એક માત્ર ટાર્ગેટ હાથ ધર્યો જયેશ પટેલના સામ્રાજયને ખત્મ કરવું પ્રથમ ચરણમાં જયેશની મદદ કરતા ગ્રાઉન્ડ ઝીરોના સખ્સો એટલે કે જયેશ પટેલના ઇસારે ફાયરીંગ-ધાક ધમકીઓ સહિતની વારદાતને અંજામ આપતા સખ્સોને ઉઠાવી લેવાયા ત્યારબાદ બીજા દોરમાં શરુ થયો થયો. જયેશના વ્હાઈટ કોલર સાથીઓ સુધીનો ગાળિયો પોલીસે જયેશ અને તેના ૧૩ વ્હાઈટ કોલર સાથીઓ સાથે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી શરુ કરી જેમાં ભાજપનના કોર્પોરેટર બિલ્ડરો, પૂર્વ પોલીસકર્મી અને વકીલ સહિતના સખ્સોને વીણી-વીણીને આંતરી લીધા હતા. આ ૧૧ સખ્સો હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.

છેલ્લા દોઢ માસથી શહેરમાં જાણે ઓપરેશન જયેશ પટેલ  પર બ્રેક લાગી ગઈ હોય એવો તાલ સર્જાયો છે. સરકારે પોલીસની કાર્યવાહી પર બ્રેક મારી છે કે પછી જયેશને શોધવામાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે ? આવી તમામ બાબતોને ચર્ચામાં હતી ત્યાં જ જયેશ પટેલે વધુ એક વખત ફાયરીંગ જેવી ગંભીર વારદાતને અંજામ આપ્યો અને પોલીસની આબરૂનું પણ વસ્ત્રાહરણ થયું ઓપરેશન જયેશ પટેલ પૂર્ણ ન થયું ત્યાં જ જયેશે પોલીસથી એક કદમ આગળ વધી વારદાતને અંજામ આપતા પોલીસને ૪૪૦ વોટનો ઝટકો લાગ્યો, દાવ પર લાગેલી આબરૂ બચાવવા પોલીસે ફરી ઓપરેશન જયેશ પટેલ આગળ ધપાવ્યું અને જયેશ પર કાઉન્ટર એટેક કરી એક વ્હાઈટ કોલર સાગરિતને પકડી પાડ્યો બ્રાસના ધંધા સાથે સંકળાયેલ આ સખ્સ જયેશ પટેલનો નાણાકીય હિશાબ રાખતો હોવાનું સામે આવ્યું છે.પોલીસે અનીલ ડાંગરિયા નામના આ સખ્સને પકડી પાડી પૂછપરછ શરુ કરી છે. જયેશ પટેલના તમામ નાણાકીય વ્યવાહરો પૈકી  અનેક વ્યવહારોમાં આ સખ્સની સીધી સંડોવણી ખુલવા પામી છે. પોલીસે આ સખ્સની ધરપકડ કરી રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કર્યો હતો. જયેશ પટેલના સામ્રાજ્યમાં આરોપી ડાંગરિયાએ ભજવેલી ભુમિકા બહાર લાવવા માટે પોલીસે રજુ કરેલ મુદ્દાઓને ધ્યાને રાખી કોર્ટે ૨૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીએ જયેશ પટેલના કાળા નાણાનો ગેર કાયદે રોકાણ અને વહીવટ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સખ્શે બાર કરોડ ઉપરાંત રૂપિયાનો વહીવટ કર્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે આગામી સમયમાં રિમાન્ડ દરમિયાન તમામ બાબતોની કડીઓ મળી જશે.

NO COMMENTS