જામનગર અપડેટ્સ : જામનગરમાં જીજી કોવીડ હોસ્પિટલમાં ૧૯ નમ્બરની બિલ્ડીંગ બહાર સફાઈકર્મીઓ વચ્ચે થયેલ બોલાચાલી બાદ પોલીસે દરમિયાનગીરી કરતા મામલો બીચકાયો હતો અને ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કરી ફરજમાં રુકાવટ કરતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે એસપી અને એએસપી સહિતનો કાફલો પહોચ્યો હતો. પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં જી.જી હોસ્પીટલ કોવીડ ૧૯ બીલ્ડીંગ સામે ગઈ કાલે બપોરે બે વાગ્યે સફાઈ કર્મીઓ વચ્ચે ટીફીન બાબતે અંદરો અંદર બોલાચાલી થઇ હતી. દરમિયાન હાજર પોલીસે આ બાબતે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ગેર કાયદેસર મંડળી રચી, એન્ટ્રી ગેઇટ પર નીર્લજ હુમલો કરી, દાખલ દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓને છુટા બ્લોકના ઘા કરવાથી ગંભીર ઇજા કરવાના ઇરાદાથી સાગરભાઇ દીનેશભાઇ સોલંકી, આનંદ મગનભાઇ રાઠોડ, મુકેશ દીનેશભાઇ સોલંકી, આકાશ સોમાભાઇ સોલંકી, બીપીન રામજીભાઇ સોલંકી તેમજ બીજા દશથી પંદર જેટલા અજાણ્યા માણસોએ ઓક્સીઝન ટેંકમાં પથ્થરના ઘા કરવાથી મોટી જાનહાની થઇ શકે તેવુ જાણતા હોવા છતા તેમજ એમ્બ્યુલંસ અને સબવાહીનીઓના અવર જવરના રસ્તા ઉપર વાહનો પાર્ક કરવાથી દર્દીને સારવારમા વીલંબ થવાથી દર્દીનુ મોત નીપજી સકે તેવુ જાણતા હોવા છતા વાહન પાર્ક કરી દર્દી તેમજ તેના સગાઓને પથરોના છુટા ઘા કરવાથી ગંભીર ઇજા થઇ શકે અને નુકસાન કરવાના ઇરાદાથી પોલીસકર્મીઓ પર તેમજ કોવીડ બીલ્ડીંગ તેમજ ઓક્સીઝન ટેંક ઉપર પથ્થરોના ઘા કરી ટોળાના માણસોએ સરકારી મીલકતને નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે રેખાબેન દીનેશભાઇ મેઘાભાઇ દાફડાએ તમામ સામે આઇ.પી.સી.કલમ ૪૨૭,૩૨૩,૩૩૨,૩૩૭,૩૫૪,૧૮૬,૧૪૩,૧૪૭,૧૪૯ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧-બી તથા ધી પ્રિવેન્સન ઓફ ડેમીજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ૧૯૮૪ ના કાયદા ની કલમ ૩ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની પર આરોપીઓએ અભદ્ર વર્તન કરી નિર્લજ હુમલો કર્યો હોવાનો આરોપ લાગાવ્યો છે. આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, એએસપી નીતેશ પાંડે તેમજ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોચ્યો હતો અને સ્થિતિ પર નીયંત્રણ મેળવ્યું હતું. આ બનાવ અંગે આરોપીઓની ધરપકડ કરવા સીટી બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.