હક : જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું ગુજસીટોકના તહોમતદાર વસરામભાઈ આહીરે

0
828

જામનગર : આજે જામનગર ખાતે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણી પૂર્વે જ ચાર  બેઠક પરના એક ઉમેદવારનું અવસાન થતાં આ ચારેય બેઠકની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. જયારે ૫૮૫ મતદાર પૈકીના એક એવા ગુજસીટોક પ્રકરણમાં હાલ અમદાવાદ જેલમાં રહેલ વસરામભાઈ આહિરને મતદાન કરવા માટે હાઈકોર્ટે લીલી ઝંડી આપતા આજે પોલીસ જાપ્તા હેઠળ જામનગર આવી તેઓએ મતદાન કર્યું છે.

જામનગર જીલ્લા સહકારી બેંકની ચુટણી પ્રક્રિયા પ્રથમથી જ વિવાદમાં સપડાઈ છે. જાહેરનામાં બાદ નામાંકનને લઈને કાનૂની રાય માંગવામાં આવી છે. જ્યારે ગુજસીટોક પ્રકરણના આરોપી વસરામ આહીરની દાવેદારી અને ફોર્મ પરત ખેચાવવા તેમજ એક ઉમેદવારના નિધનને લઈને ચુંટણી પ્રક્રિયા રોચક બની હતી. બીજી તરફ ૧૬ પૈકી ચાર બેઠકો બિન હરીફ થઇ જતા તેમજ ઉમેદવારના નિધનને લઈને ચાર બેઠક પર ચૂંટણી મૌકુફી તેમજ બે સરકારી બેઠકને લઈને માત્ર છ બેઠક પર જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે ડીકેવી કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મતદાન પ્રક્રિયામાં પોતાનો મતદાનનો હક મેળવવા જેલમાં રહેલ વસરામભાઈ આહીર વતી વકીલ વી એચ કનારાએ અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને ગઈ કાલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી.

સરકારી વકીલે મતદાન ન કરવા દેવા પાછળના કારણો રજુ કરી પોતાની દલીલો કરી હતી જો કે આ દલીલોની સામે આહીરના વકીલ વીએચ કનારાએ મૂળભૂત અધિકારો અને લોકશાહી સહિતની દલીલો કરી હતી. જેને લઈને હાઈ કોર્ટ દ્વારા વસરામભાઈને મતદાન કરવાની છૂટ આપી હતી. આજે પોલીસ જાપતા સાથે વસરામભાઈને જામનગર લઇ આવવામાં આવ્યા હતા અને ડીકેવી કોલેજ ખાતેના મતદાન મથક પર મતદાન કર્યું હતું. તો બીજી તરફ જામનગર અને દ્વારકા જીલ્લાની સયુંકત જીલ્લા સહકારી બેંકની સતા કબજે કરવા ધારાસભ્ય રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા અને સામે પક્ષે કોગ્રેસના જામનગર જીલ્લાના પ્રમુખ જીવણ કુંભારવાડિયાની ટીમ વચ્ચે કાંટાની ટક્કર છે. છેલ્લા બે ટર્મથી પરોક્ષ રીતે કોંગ્રેસ દ્વારા બેંકની કમાન સંભાળવામાં આવી રહી છે ત્યારે આ વખતે ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here