જામનગર : જામનગર પોલીસ દ્વારા ઓપરેશન જયેશ પટેલ હાથ ધરવામાં આવ્યું છે, ત્રણ તબ્બકામાં શરુ થયેલ ઓપરેશનનો આ બીજો દોર ચાલી રહ્યો છે. જેમાં જયેશના વાઈટ કોલર સાગરીતો સામે ગાજ વરશી છે. જો કે પ્રથમ ફેઝમાં જયેશની ગુનાખોરીમાં મદદ કરનાર સાગરીતોને ઉઠાવી લેવાયા હતા. જેમાના બે સખ્સોના હાલ રિમાન્ડ ચાલી રહ્યા છે. જેમાં અનવર ઉર્ફે અનિયા લાંબાના રિમાન્ડ દરમિયાન તેમના ઘરેથી એક પિસ્તોલ કાઢી આપી છે આ પિસ્તોલ બિહારથી ખરીદ્યાની કબુલાત આપી છે.
જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ના બે સાગરીતો અનવર ઉર્ફે લાંબો અબ્દુલભાઈ ગઢકાઇ અને એજાજ ઉર્ફે એજાજ મામા અનવર ભાઈ સફિયા ની જામનગર-રાજકોટ રોડ પર ધ્રોલ નજીક થી ધરપકડ કરી લીધા પછી બંનેને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા. જે રિમાન્ડ દરમિયાન આરોપી અનવર ઉર્ફે અનીયા લાંબાએ પોતાના ઘર નજીક સંતાડેલું એક હથિયાર કાઢી આપ્યું હતું. ઉપરાંત પાંચ કારતૂસ પણ કાઢી આપ્યા હતા. જેથી પોલીસે હથિયાર અને કારતૂસ કબજે કરી લઇ તેની સામે અલગ ગુનો નોંધાવ્યો છે. જેની પૂછપરછ દરમિયાન આ હથિયાર બિહારના એક શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરતા તપાસનો દોર બિહાર સુધી લંબાવ્યો છે.