CBIના પૂર્વ વડા અશ્વિનીકુમારે કરી આત્મહત્યા, બહુચર્ચિત તેલગી કેસ યાદ છે ?

0
764

સિમલા: હિમાચલ પ્રદેશના પૂર્વ ડીજીપી અને સીબીઆઈના પૂર્વ અધ્યક્ષ અશ્વિનીકુમારે આજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ખૂબ જ ડિપ્રેશનમાં રહેતા નિવૃત અધિકારીએ પોતાની સ્થિ

તિને લઈને આ પગલું ભરી લીધું હોવાની ચર્ચા ચાલી રહી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હિમાચલ પ્રદેશના પૂર્વ ડીજીપી તેમજ નાગાલેન્ડના પૂર્વ ગવર્નર અશ્વિની કુમારે આજે સિમલા ખાતેના નિવાસ્થાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સીમલાના એસપી મોહિત ચાવલાના જણાવ્યા મુજબ અશ્વિની કુમારે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી છે. આ એક દુઃખદ બાબત છે. પ્રાથમિક કારણ પ્રમાણે હતાશા અને ડિપ્રેશનના કારણે તેઓએ આ પગલું ભરી લીધુ છે. જો કે સચોટ વિગતો સંપૂર્ણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
આ એ જ અધિકારી છે જેઓ દેશના બહુચર્ચિત નકલી સ્ટેમ્પ કૌભાંડમાં અબ્દુલ કરીમ તેલગી ફરતે કાનૂની ગાળિયો કસ્યો હતો.

NO COMMENTS