જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામને માથે હાલ ઘાત ચાલી રહી છે. ભાણવડ પંથકના વર્તુ ડેમના વધુ એક વખત દરવાજા ખોલવામાં આવતા છેક ચાલીસ કિમી દુર આવેલ રાવલ ગામમાં ધોધમાર પાણી ફરી વળ્યા છે. સતત આઠમી વખત આવો મંજર સર્જાયો છે. આ વખતે પાણીની સપાટી બેવડાઈ જતા તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. બચી ગયેલ ખેતરોને ઘસમસતા પાણીએ ધોઈ નાંખ્યા છે. જ્યાં રસ્તો હતો ત્યાં અને ખેતર હતું ત્યાં પાધર કરી નાખતા હાલ ખેડૂતોને હાલત સૌથી વધુ દયનીય બની છે. આઠમી વખત આવેલ પુરનો જુઓ આ તસ્વીરી મંજર…..