રાવલ : લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ આ શખ્સ સામે નોંધાઇ ફરિયાદ

0
648

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ ગામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. બે દાયકા પૂર્વે આ શખ્સે સાડા સાત હજાર ફૂટ જગ્યામાં દબાણ કર્યું હોવાનો આરોપ લગાવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ અને ઓખા મંડળમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાયેલ ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ નોંધાવાઈ છે. કલ્યાણ તાલુકાના સર્કલ ઓફિસર મહેશભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ-૩૩ સર્કલ ઓફીસર રાવલ મામલતદાર કચેરી કલ્યાણપુર રહે હાલ કલ્યાણપુર સરકારી કર્વાટર તા કલ્યાણપુર જી દેવભુમિ દ્વારકા.મુળ રહે ગામ ખોખડદડ તા-જી રાજકોટ વાળાઓએ રાવલ ગામના હદુભાઇ ઉર્ફે સવદાસભાઇ લાખાભાઇ ગામી રહે ગામ રાવલ તા કલ્યાણપુર જી દેવભુમિ દ્વારકા વાળા તેમજ તપાસ મા ખુલ્લે તેની સામે
ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ ૨૦૨૦ ની કલમ -૩,૪(૧),૪(૨),૪(૩) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ છેલ્લા 20 વર્ષ થી રાવલ થી ચંદ્રાવાડા ગામ તરફ જતા રોડ પાસે સર્વે નં.૧૭૬૦વાળી રાવલ નગર પાલીકા હસ્તકની સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું. ગેરકાદેસર રીતે રાવલ નગર પાલીકા હસ્તકની સરકારી જમીન સર્વે નંબર-૧૭૬૦ સરકારની જમીન ઉપર કબ્જો કરી બાંધકામ કરી આશરે ૭૫૦૦ ચો.ફુટ જંત્રી મુજબ આશરે કીંમત રૂપીયા ૭,૨૬,૦૦૦ની પચાવી પાડવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ફરિયાદના પગલે જિલ્લાભરના જમીન માફિયામાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here