રાજ્ય સભાની ચૂંટણી જાહેર, આ તારીખે યોજાશે

0
668

જામનગર: કોવિડ-19ના સંક્રમણને લઇને રાજયસભાની ચાર બેઠકોની મોકૂફ રહેલ ચુંટણી 19મી જૂન નિર્ધારીત કરવામાં આવી છે. જો કે આ ચુંટણી અગાઉ 26 માર્ચના રોજ આયોજીત કરવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસના સંક્રમણને લઇને ચુંટણી મુલત્વી રાખવામાં આવી હતી.  કેન્દ્ર સરકાર માટે મહત્વની એવી આ ચુંટણીમાં ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ  અમીનને ઉતારવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ જાહેર થયેલી તારીખ પૂર્વે કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યને રાજસ્થાન લઇ જવામાં આવ્યા  હતા. જેથી હોર્સટેડ્રીંગ રોકી શકાય. જો કે આ ચુંટણી પૂર્વે જ માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં કોંગ્રેસના પાંચ સભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે મુશીબત ઉભી થઇ છે. કોંગ્રેસ પાસે હાલ વિધાનસભાની 182 પૈકી 68 બેઠકોનું સંખ્યા બળ છે જયારે ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે, આગામી દિવસોમાં ફરી રાજકીય કાવા-દાવા કેવુ સ્વરૂપ ધારણ કરે છે. તેના પર ચુંટણીના પરિણામ નકકી થશે.

NO COMMENTS