રાજ્યસભા : સરકાર સામે શક્તિ ‘સિંહ’ ગર્જયા, કહ્યું એવું કે….

0
890

જામનગર : હાલ રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના એશીયાટીક લાયન અંગે બોલતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સિંહના થઇ રહેલા મૃત્યુને લઈને રેડિયો કોલરને નિશાન બનાવ્યું છે. સિંહોમાં રેડીઓ કોલર ફીટ કરતા મૃત્યુનું પ્રમાણ વધ્યું હોવાનો આક્ષેપ કરી તપાસની માંગણી કરી છે.


રાજ્યસભામાં શક્તિસિંહના જણાવ્યા મુજબ ૨૫ ટકા સિંહના મોત પાછળ રેડિયો કોલરડને જવાબદાર ગણાવ્યા છે. પ્રોટોકોલ ખાઈ છે કે ૬ ટકાથી વધારે સિંહોને રેડિયો કોલર્ડના કરવા જોઈએ છતાં નિયમનો ભંગ કરવામાં આવતા આવી સ્થિતિ નિર્માણ પાણી હોવાનું જણાવ્યું છે. અઢી કિલો વજનના રેડીઓ કોલર્ડના કારણે મૃત્યાંક વધ્યો છે એવો આક્ષેપ લગાવ્યો છે. સિંહોના મોત બાબતે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

NO COMMENTS