જામનગર: રાજકોટ-વાડીનાર ટોલ-વે લી દ્વારા રાજ્ય ધોરીમાર્ગ નં. ૨૫નું સમારકામ હાથ ધરવામાં આવનાર છે, જેથી જામનગર જિલ્લાના સોયલ ગામ થી બેડ ગામ સુધીના ધોરીમાર્ગ ઉપર કરવામાં આવનાર સમારકામની કામગીરી દરમિયાન જરૂરિયાત મુજબ સમયાંતરે કેટલાક સ્થળોએ ટ્રાફિક ડાઇવર્ઝન આપવામાં આવશે, જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવી. વિશેષમાં રાજ્ય ધોરીમાર્ગ-૨૫ પર ચાલનાર સમારકામ દરમિયાન વર્કઝોન વિસ્તારમાં ગાડી ધીમે હાંકવી, દિશા બોર્ડને અનુસરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવું તેમ જ ખોટી બાજુ ચાલવું નહીં અને ઈમરજન્સી સમયમાં મોબાઈલ નં.૯૯૨૫૨૩૪૬૬૭ અને ૧૮૦૦૪૧૯૯૧૦૭નો સંપર્ક કરવો તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.