જામનગર અપડેટ્સ : રાજકોટ નજીક કાલાવડ રોડ પર આજે બપોરે એલ એસટી બસ આથે કાર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે વિધાયર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે એસટી સાથે અથડાયેલ કારમાંથી મૃતકો અને ઘાયલોને કાઢવા કટરનો ઉઓયોગ કરાયો હતો.
રાજકોટ ની પારુલ યુનિવર્સિટી ના હોમીઓપેથી ના વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક કેન્દ્ર ની વિઝીટ કરી કારમાં પરત ફરતા હતા ત્યારે કાર ના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર ઠેકી રોંગ સાઈડમાં ઘુસી જઈ સામેથી આવતી એસ ટી સાથે મોરે મોરો અથડાઇ હતી. જેમાં કારમાં સવાર નિશાન દાવડા, આદર્શ ગૌસ્વામી અને ફોરમ ધાગ્ધરિયા નામન ત્રણ વિદ્યાર્થીઓન ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે કારમાં સવાર કૃપાલી ગજ્જર અને સીમરન ગિલાનીને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના પગલે ધોરી માર્ગ પર ટ્રાફિક જામ થતા લોધિકા પોલીસનો કાફલો ઘટના પર પહોંચી ગયો હતો, પોલીસે જેસીબી બોલાવી અને કટરની મદદથી મૃતદેહ અને ઘાયલોને બહાર કાઢી સિવીલ હોસ્પિટલ ખસેડયા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ બનાવના પગલે વિદ્યાર્થીઓના પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.