પોસ્ટકર્મીએ બેરોજગારોનું પોણા કરોડનું કરી નાખ્યું, આવી રીતે આચર્યું કૌભાંડ

0
793

જામનગર : જુનાગઢ જીલ્લાના મેંદરદા પોસ્ટ શાખામાં ફરજ બજાવતા સામાન્ય ડાક પોસ્ટ સેવકે શિક્ષિત બેરોજગારોને નોકરી અપાવી દેવાના બહાને ૫૦થી વધુ ઉમેદવારોના વાલીઓને સીશામાં ઉતારી પોણા કરોડ રૂપિયાનું કૌભાડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. સૌરાષ્ટ્રભરની જુદી જુદી પોસ્ટ શાખામાં જુદા જુદા પદ પર ભરતીના નામે ઉઘરાણા કરી કાયમી ઓર્ડર અપાવવાના બહાને કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

જુનાગઢમાં જાંજરડા રોડ પર જીવનધારા-૨માં રહેતા અને મેંદરડા ખાતે પોસ્ટની દાત્રાણા સબ ઓફીસમાં ડાક પોસ્ટ સેવક તરીકે ફરજ બજાવતો દીપક મુંગટભાઈ ભટ્ટ નામનો સખ્સ જુનાગઢ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના નોકરીવાંછુંઓને પોસ્ટ વિભાગમાં નીકરી અપાવી દેવા અને કાયમી ઓર્ડર આપી દેવાના બહાને અનેક ઉમેદવારો પાસેથી નાણા ખંખેરી લીધા છે એવી ચોક્કસ હકીકત રાજકોટ ક્રાઈમ બ્રાંચને મળી હતી.

આ પોસ્ટકર્મી આજે રાજકોટ ખાતે એક નોકરીવાંછુ પાસેથી કાયમી ઓર્ડરના નામે પૈસા લેવા આવવાનો હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે જીકે ૧૧ એબી ૯૭૫૮ નંબરની ટવેરા કારને આંતરી લીધી હતી. જેમાં સવાર દીપક ભટ્ટની ઝડતી લેવામાં આવી હતી. જેમાં તેના કબ્જામાંથી એક ઉમેદવારના અસલ અને ક્ષેરોક્સ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ સાઈજના ફોટા તથા અલગ અલગ વ્યક્તિઓના નામના પોસ્ટ ડીપાર્ટમેટના લેટર પેડ ઉપરના ડમી ઓર્ડરો તથા રોકડા રુપયા એક લાખ મળી આવ્યા હતા. ‘

આરોપી દીપક ભટ્ટએ કાયમી ઓર્ડર આપવાના બહાને આજ દિવસ સુધીમાં ૫૦ થી વધુ ઉમેદવારો પાસેથી રૂપિયા ૭૫ લાખ રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું સામેં આવ્યું છે. આ રકમ આરોપીએ મોજશોખ અને ઐયાસીઅ ઉડાવી નાખ્યાની પણ કબુલાત કરી હતી.

NO COMMENTS