જામનગર : પોલીસ મિત્રોને નહી ગમે પણ વાત્વિકતા એ છે કે સમાજમાં વર્દીની છાપ સારી તો નથી જ, આજે પણ અંતરિયાળ ગામડાઓમાં એક બાપ પોતાના સંતાનને ખાખી જોઈન્ટ કરતા ખંચકાય છે. કારણ છે વારે વારે સામે આવતી ખાખીની અનીતિ, એ પછી લાંચ હોય કે કોઈ ગરીબ-સામાન્ય વર્ગની આંતરડી દુભાવવામાં નીતિ, એટલે તમામ પોલીસકર્મીઓ ખરાબ જ છે એવું પણ નથી પણ તેની સંખ્યા ખુબ ઓછી છે એ પણ સત્ય છે. ત્યારે રાજકોટને એક પોલીસકર્મીએ માત્ર હજાર રૂપિયામાં પોલીસની પ્રતિષ્ઠા વેરણ છેરણ કરી નાખ્યાનો કિસ્સો સામે આવતા વધુ એક વખત વર્દીની આબરૂ તાર-તાર થઇ ગઈ છે.
કાગડો કાગડાની માટી ન ખાય એવી કહેવત છે પણ રાજકોટમાં પોલીસે આ કહેવત ખોટી ઠેરવી છે. કારણ બે દિવસ પૂર્વે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતનાઓ અન્ય એક પીઆઈ અને પીએસઆઈ સામે જે કારસો રચ્યો છે કહેવતને ખોટી પાડી દીધી છે. અહી વાત પોલીસ-પોલીસની નથી પણ પોલીસમેને વેચેલી વર્દીની આબરૂની છે.
આજે સવારે એક ઇકો ચાલક પાસેથી હપ્તા પેટે રૂપિયા એક હજારની લાંચ લેતા રાજકોટ ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ નિર્મળસિંહ જાડેજા અને તેની સાથેનો ઇન્દ્રજીતસિંહ ઉર્ફે મુનાભાઈ ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજકોટ એસીબીએ પકડી પાડ્યો હતો. રાજકોટ પટ્ટે ગાડી ચલાવવા માટે ટ્રાફિક પોલીસ મહીને એક હજારનું ઉઘરાણું કરતી હોવાની વિગતો સામે આવી છે. માત્ર હજાર રૂપિયામાં ટ્રાફિક પોલીસે પોલીસની આબરૂનો બટ્ટો લગાવી દીધો છે. એસીબીની ટીમે પોલીસકર્મી અને તેની સાથેના વચેટિયાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.