રાજકોટ: અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ, 3 આતંકી પકડાયા

0
1349

ગુજરાતમાં અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેમાં ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન થયુ છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા 3 આતંકીઓ ઝડપાયા છે. બંગાળ, કોલકાતાના 8થી 10 કારીગરોને ATSએ ઉઠાવ્યા છે. તેમજ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન

ગુબિલ મેન્સનમાંથી કાજી આલોંગીર અને આકાશની અટકાયત કરવામાં આવી છે. આતંકિઓ કોઇને શંકા ન જાય તે માટે સોની બજારમાં નોકરી કરતા હતા. ફંડિંગ, સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયા હતા. અલકાયદાથી પ્રભાવિત થઈ ત્રણેય કટ્ટરપંથી બન્યા છે. ત્રણેય આતંકીઓ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. ત્રણેય આતંકીઓ 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. પોલીસે ત્રણેયના મોબાઇલ જપ્ત કર્યા છે. તેમજ આતંકી પાસેથી એક પિસ્ટલ અને 10 કારતુસ કબજે કરવામાં આવ્યા છે.

રાજકોટમાં રાજ્યના ATS પોલીસને મોટી સફળતા મળી છે. ATSની ટીમે રાજકોટ ખાતે ચાલતા અલકાયદાના નેટવર્કને ઉઘાડું પાડ્યું છે. ATS ના SP સુનિલ જોશીની રાહબળ હેઠળ આખું ઓપ્રેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં Ats SP ઉપરાંત2 DY SP, 3 PI અને 30 થી વધુ કર્મીઓ છેલા 5 દિવસથી વેશ પલ્ટો કરી આખું ઓપ્રેશન પાર પાડ્યું છે. છેલ્લા 5 દિવસ થી ATS આખું ઓપ્રેશન શરૂ કર્યું હતું. ATSની ટીમે રાજકોટની સોની બજારની એક એક ગલી સર્ચ કરી હતી. તમામ અધિકારી વેશ પલ્ટો કરી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

ઓપરેશનની ફેક્ટ ફાઇલ

ગુજરાત એટીએસ ની રાજકોટમાં પ્રેસ કોફરન્સ.

એટીએસ દ્વારા અલગ અલગ બે ટિમો બનાવવામાં આવી હતી..

બન્ને ટિમો બે દિવસ રાજકોટમાં વોચ માં હતા.

આ ત્રણેય આતંકી પ્રવુતિ સાથે જોડાયેલા છે.

તમામ આતંકીઓ પશ્ચિમ બંગાળ મક વતની..

આ લોકોના અસલી નામની તપાસ કરવામાં આવી..

ટેલીગ્રામ નો સહિત નો એપનો ઉપયોગ કરતા હતા

ઓટોમેટિક હથિયાર ચલાવવાની ટ્રેનિગ મેળવી હતી .

આતંકીનો હેન્ડલર તેને આદેશ કરવાનો હતો આગળ શું કરવું .

આ આતંકીનો બીજા લોકો ને જોડાવા માટે પ્રેરણા આપતા હતા

અલગ અલગ પાંચ મોબાઈલ મળ્યા.

જેમાંથી કનવજેશન એપનો ઉપયોગ કરતા હતા.

વેપન કઈ રીતે ચલાવવી તેની એપ પણ મોબાઈલ મળી..

અલગ અલગ રેડીકલ મટીરીયલ નો ઉપયોગ કરતા હતા.

રેડીકલ મટીરિયલ મળી આવ્યું છે..

આ લોકો નો હેન્ડલર બાંગ્લાદેશ માં હતો.

તે આદેશ કરે તે મુજબ રાજકોટમાં અંજામ આપવાના હતા.
આ વર્ષમાં ગુજરાત એટીએસ ત્રણ કેસ કર્યા ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here