જામનગર : આ વખતે મેઘરાજાએ મન મનાવી જ લીધું છે કે હાલારમાંથી વિદાય લેવી નથી. સતત પડી રહેલા વરસાદ વચ્ચે આજે લાલપુરમાં ચાર થી છ વાગ્યાના બે કલાકના ગાળામાં પોણા ચાર ઇંચ પાણી પડી જતા ચોતરફ પાણીપાણી થઇ ગયુ છે. ઢાંઢર નદી ફરી વખત બેકાઠે થઇ હતી. જયારે જામનગર અને કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે છ થી આઠ વાગ્યાના ગાળામાં કાલાવડમાં બે અને લાલપુરમાં પોણો ઇંચ અને ધ્રોલ તાલુકા મથકે અડધો ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ મેઘાવી માહોલ યથાવત છે.
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ફરી મુકામ કર્યો છે બપોર બાદ વરસાદી માહોલ રચાય જ જાય, આજે પણ બપોર બાદ જીલ્લામાં મેઘાવી માહોલ રછાયો હતો. જેમાં જામનગર અને કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો છે જયારે લાલપુરમાં બે કલાકમાં બારે મેઘ ખાંગા થય હતા. સાંજે ચારથી છ વાગ્યાના બે કલાકના ગાળામાં ૯૦ મીમી એટલેકે પોણા ચાર ઇંચ વરસાદ પડી જતા ચારેય બાજુ પાણીપાણી થઇ ગયું હતું. તાલુકા મથકની આથમણી બાજુ આવેલ ઢાંઢર નદી બે કાઠે થઇ હતી. જેને કારણે એક કલાક સુધી પોરબંદર અને જામનગરને જોડતો વાહન વ્યવહાર થંભી ગયો હતો.
જયારે સાંજે છ થી રાતના આઠ વાગ્યાના ગાળા દરમિયાન મેઘરાજાએ લાલપુરમાં વધુ અડધો ઇંચ કૃપા વરસાવી છે. જયારે કાલાવડમાં આ બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો છે. જયારે ધોર્લ તાલુકા મથકે પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે જયારે જામજોધપુર પંથકમાં પડેલા વરસાદના કારણે આજે પણ સીદસર ખાતેનો ઉમિયા સાગર વધુ એક વખત ઓવરફલો થયો છે. તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા બે ફૂટ અંતરેથી ખોલવામાં આવ્યા છે. જેને લઈને ડેમની વહેણના ગામડાઓના નાગરિકોને સચેત કર્યા છે.