કતાર જ કતાર: હાપ્રા યાર્ડ બહાર મગફળી ભરી આવેલ વાહનોની ઐતિહાસિક કતાર

0
669

જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં ગત ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં પડેલા ભારે વરસાદને લઈને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી પરંતુ પાછ્તરી ખરારને લઈને પ્રમાણમાં ખરીફ સીજન સારી રહી છે. હાલ લલનીની સીજન પુરજોસથી ચાલી રહી છે ત્યારે સમગ્ર હાલારમાં મગફળીના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. જો કે દરેક ગામમાં નીચાણવાળા અને પાણીના ભરાવવાળા ખેતરોમાં નુકસાનીને લઈ લગત ખેડૂતોની માઠી દશા પણ થવા પામી છે જો જે ખોખારો ખાઈને ઉભો થયેલ આ જગતતાત શિયાળુ સીજનમાં જોતરાઈ ગયો છે. મગફળીના બહોળા ઉત્પાદનને લઈને હાલ જીલ્લાની તમામ યાર્ડ બહાર મગફળી વાહનોમાં ભરી ખેડૂતોનો પ્રવાહ શરુ થયો છે. જામનગરના હાપા યાર્ડ ખાતે આજે રવીવારે યાર્ડથી માંડી પાંચેક કિમીના રોડ પર વાહનોની કતારો લાગી છે. જેને લઇ યાર્ડ આગામી બે ત્રણ દિવસ મગફળીની આવક બંધ કરવા મજબુર થશે જ, જો કે મગફળીના ન્યુનતમભાવને લઈને ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક કચવાટ જોવા મળી રહ્યો છે.

મગફળીના હબ ગણાતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં ચાલુ ખરીફ સીજનમાં મગફળીનું પ્રમાણમાં સારું ઉત્પાદન થયું છે. જો કે અતિવૃષ્ટિનો સામનો કરીને પણ ખેડૂતો પોતાની મહામુલી ખરીફ સીજન બચાવવામાં સફળ રહ્યા છે. તો બીજી બાજુ અતિવૃષ્ટિએ બંને જીલ્લાઓના પાણી વહેંણ અને નીચાણવાળા વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂતોના હાથે નિરાશા જ લાગી છે. મગફળીના બહોળા ઉત્પાદનને લઈને હાલ જીલ્લાની તમામ યાર્ડોમાં ખેડૂતોનો પ્રવાહ બેવડાયો છે લાભ પાચમથી ધમધમવા લાગેલ યાર્ડ હાલ મગફળીની પીળાસથી સોનેરી બની ગયા છે.

જામનગર યાર્ડમાં લાભપાંચમના દિવસે મબલખ આવક થતા યાર્ડને આવક બંધ કરવી પડી હતી. આજે રવિવારે યાર્ડ બંધ હોવા છતાં સોમવારની ગણતરીએ અનેક ખેડૂતો મગફળી ભરી યાર્ડ બહાર કતારો લગાવી દીધી છે. યાર્ડના ઈતિહાસમાં ક્યારેય ન લાગી હોય એવી લાઈન આજે જોવા મલી છે. યાર્ડના મુખ્ય દરવાજાથી માંડી છેક ઠેબા ચોકડીને ક્રોસ કરી લાઈન જ લાઈન જોવા મળી હતી. ગઈ કાલે જ યાર્ડ આગામી બે ત્રણ દિવસ મગફળીની આવક બંધ કરશે એવા આસાર સર્જાયા છે. જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી અમરેલી, દેવભૂમિ દ્વારકાના ખેડૂતો અહી મગફળી વેચવા પહોચ્યા છે.

ખાસ કરીને યાર્ડમાં તમિલનાડુના વેપારીઓનો જોક ઉંચી કીમતે નવ નંબર અને ૬૬ નંબરની મગફળી તરફનો હોવાથી ખેડૂતો વધારે પસંદગી જામનગર યાર્ડની કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસની જામનગર હાપા યાર્ડમાં મગફળીના વ્યાપારની વાત કરવામાં આવે તો ગત બુધવારે પ્રતિ મણ મગફળીનો ભાવ ન્યુનતમ રૂપિયા ૯૫૦ થી માંડી ૨૨૦૫ સુધી બોલાયો હતો. જયારે ગુરુવારે રૂપિયા એક હજારથી માંડી રૂપિયા ૨૧૪૦ રહ્યો હતો. શુક્રવારની વાત કરીએ તો હાપા યાર્ડમાં મગફળીનો પ્રતિ મણ એક હજારથી માંડી ૨૨૦૦ સુધીનો બોલાયો હતો. જયારે ગઈ કાલે શનિવારે આ જ ભાવ રૂપિયા એક હજારથી માંડી ૨૨૦૫ સુધીનો બોલાયો હતો.

NO COMMENTS