ખૂન કા બદલા ખૂન : પુત્રની હત્યાના તહોમતદારની કોર્ટ પરિશરમાં જ પિતાએ નીપજાવી હત્યા, સજા-એ…..

0
853

જામનગર : લાલપુર કોર્ટ પરિશરમાં નવ વર્ષ પૂર્વે નીપજાવવામાં આવેલ અરેરાટીભર્યું હત્યા પ્રકરણ ફરી તાજું થયું છે. ગઈ કાલે લાલપુર કોર્ટે ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોતાના પુત્રનું ઢીમ ઢાળી દેનાર આરોપીને નવ વર્ષ પૂર્વે લાલપુર કોર્ટ લઇ આવવામાં આવતા પરિસરમાં જ હત્યાનો ભોગ બનેલ પુત્રના પિતાએ છરીના પ્રહારથી કરપીણ હત્યા નીપજાવી હતી. આ ગુનો સાબિત થઇ જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

વર્ષ ૨૦૧૧માં સુલતાન ઓસમાણ સંઘી સામે યુસુફ સંધીના પુત્રની હત્યા નીપજાવવા બદલ ખટલો ચલાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી આરોપી સુલતાનને કોર્ટે જેલ હવાલે કર્યો હતો. દરમીયાન રાજકોટ જેલમાં રહેલા આરોપીને જે તે સમયે લાલપુર કોર્ટમાં મુદતમાં લઇ આવવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તા હેઠળ લાલપુર કોર્ટમાં આવેલ આરોપી સુલતાનની હાજરી પૂરી બહાર બાંકડે બેસાડવામાં આવ્યો હતો, આ સમયે મૃતકના પુત્ર યુસુફ પણ કોર્ટ બહાર હાજર રહ્યો હતો. સુલતાન જેવો બાકડા પર બેઠો હતો ત્યારે યુસુફે ધારદાર છરી વડે હુમલો કર્યો હતો. અને છાતીના ભાગે પ્રહાર કરી સુલ્તાનનું ઢીમ ઢાળી દીધું હતું. આ કેશ સરકારી વકીલ અને 25 સાહેદો, 40 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી યુસુફને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

NO COMMENTS