જનસંપર્ક: આપના કરશનભાઈ કરમુરને મળી રહ્યું છે જોરદાર જનસમર્થન

જામનગર ઉત્તર બેઠકના આપના ઉમેદવાર કરમુરના ટેકામાં લાલબાપુના આશ્રમ ખાતે બેઠક યોજાઇ

0
1318

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ૭૮-જામનગર (ઉત્તર) બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસનભાઈ કરમુરે તેના લોક સંપર્ક અભિયાનને અત્યંત વેગવંતુ બનાવી તેમના પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તેમના મતક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કર્યાે છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસનભાઈ કરમુર વર્ષાે સુધી કોર્પાેરેટર રહ્યા હોય અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવાથી તેમજ તમામ લોકોના પ્રશ્નો પ્રત્યે જાગૃત રહીને ઉકેલ લાવવામાં કાર્યરત રહ્યા હોવાથી દરેક વિસ્તારમાં તેમના લોકસંપર્ક દરમ્યાન તેમને ઉમળકાભેર આવકાર અને સમર્થન મળી રહ્યા છે.

કરસનભાઈ કરમુર દ્વારા છેલ્લા ઘણાં મહિનાથી લોકસંપર્ક ચાલુ હોવાથી તેઓ દ્વારા તેમના મતક્ષેત્રના લગભગ તમામ મતદારોને રૃબરૃ મળી ચૂક્યા છે. શહેરના વોર્ડ નં. ૧પ અને ૧૬માં તેમણે રણજીત સાગર રોડ, લાલપુર બાયપાસ, સેટેલાઈટ પાર્ક, સહજાનંદ, મારૃતિનંદન, તુલસી, શ્રીજી પાર્ક, મયુર ટાઉનશીપ, મયુરબાગ, પંચવટી સોસાયટી, આશિર્વાદ એવન્યુ સહિતના વિસ્તારોમાં લોકોને કેજરીવાલજીના ગેરેન્ટી કાર્ડની વિગતો સાથે ‘આપ’ના નિશાન ઝાડુને મત આપવા અપીલ કરી હતી. જેના પ્રતિભાવમાં દરેક વિસ્તારના દરેક વર્ગના લોકો તરફથી અને ખાસ કરીને મહિલાઓ તરફથી ભાજપના શાસન સામે સ્વયંભૂ રોષ પ્રગટ થયો હતો. તમામ લોકો બેફામ મોંઘવારી અને જીવન જીવવામાં પડતી મુશ્કેલીઓથી પડાઈ રહ્યા હોય આ બાબતે ભાજપને પાઠ ભણાવવાના અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સત્તાનું સુકાન સોંપી પરિવર્તન લાવવાના મુડમાં હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસનભાઈ કરમુર દ્વારા જે રીતે સઘન અને અસરકારક પ્રચાર થઈ રહ્યો છે અને લોકો તરફથી આમ આદમી પાર્ટીના ગેરેંટીકાર્ડથી પ્રભાવિત થયા હોય ૭૮-જામનગર (ઉત્તર)ની બેઠક પર કરસનભાઈ કરમુરનો ભવ્ય વિજય નિશ્ચિત બની ચૂક્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જ્યારે કરસનભાઈ કરમુર ની હાપા ખાતે આવેલ લાલા બાપુના આશ્રમ માં મીટીંગ યોજાઇ હતી તે મિટિંગમાં 1100 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ મિટિંગમાં આશ્રમના ગાદીપતિ અરજણ બાપા એ કરસનભાઈ ને આશીર્વાદ આપ્યા હતા આશ્રમ ખાતે તેમના શિષ્યો કાર્યકરો ઉપરાંત હાપા રાજપાર્ક ગુલાબ નગર સહિત વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેમાં પ્રજાપતિ સમાજ સતવારા સમાજ લુહાર સમાજ ગઢવી સમાજ અને મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત યંગસ્ટર ગ્રુપ કોળી સમાજના યુવાનો, લુહાર ગ્રંથિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગનું આયોજન સુરેશભાઈ પ્રજાપતિ, દિલુબેન શેખ, જ્યોતિબેન ગોહિલ વગેરે તેમની ટીમે કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here