આહીરનો આસરો : દ્વારકામાં સેવાની ભેખ સાથે ૧૦ વીઘામાં શરુ કરાયું ‘મંગલમ અન્નક્ષેત્ર’

0
3948

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે આજે આહીર સમાજ દ્વારા વધુ એક સેવાની જ્યોજ પ્રગટાવવામાં આવી છે. આજે સંત જીવણનાથ બાપુના કરકમલ હસ્તે મંગલમ અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકા પ્રવેશતાની સાથે જ દસ વીઘા જગ્યામાં સેવાની જ્યોત નિર્માણ પામી રહી છે. આ સેવાનો યાત્રાળુઓ-પદયાત્રી અને તમામ જરૂરિયાત જન લાભ લ્યે એવી સેવાની અનોખી મિશાલ શરુ કરવામાં આવી છે.

આહીરનો આસરો, એ ઉક્તિ અનેક વખત વડવાઓએ સિદ્ધ કરી છે. આસરા ધર્મ માટે પરિવારનું બલિદાન આહીર સમાજે આપ્યાના દાખલા છે. આજે પણ આ આસરા ધર્મને નિભાવવાના આશયથી દ્વારકા ખાતે અનોખી સેવા કેન્દ્રનો પ્રક્લ્ય શરુ કરવામાં આવ્યો છે. દ્વારકા શહેરમાં વર્ષોથી સ્થાપિત અને સમાજ તથા અનેક જરૂરિયાત મંદ માટે અનોખી સેવાનું કેન્દ્ર બની ગયેલ આહીર સમાજ આજે પણ પૂજ્ય જીવણનાથ બાપુની છત્રછાયામાં એજ સેવાની અહેલાક આપી રહ્યું છે. આ અહેલાકની સુગંધ વધુ પ્રશરે તે માટે દ્વારકાની ભાગોળે વધુ ‘મંગલમ અન્નક્ષેત્ર અને ગૌ શાળા’ના અસ્તિત્વનું ખાતમુર્હુત આજે સંપન્ન થયું, જીવણનાથ બાપુના હસ્તે અને આહીર સમાજના આગેવાનોની હાજરીમાં સેવાયજ્ઞનો પ્રારંભ થયો છે. અહી દસ વીઘા જમીન પર દિવસ રાત ધમધમતું અન્નક્ષેત્ર ઉભું કરવામાં આવશે. અહી આવતા પદયાત્રીઓ, યાત્રીઓ અને સમાજજન તથા જરૂરિયાત મંદ નાગરિક માટે અહી સેવાનો નવો આયામ શરુ કરવામાં આવ્યો છે.

આજે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અહી મોટું સંકુલ ઉભું થશે. સાથે સાથે ટ્રસ્ટની રચના પણ કરવામાં આવી છે. જેના પ્રમુખ તરીકે સંત જીવણનાથ અને ટ્રસ્ટીઓની ટીમની ટીમ નક્કી કરવામાં આવી છે. જેના ઉપપ્રમુખ તરીકે ધરણાતભાઈ ચાવડા,મંત્રી તરીકે રાજાભાઈ પોસ્તરીયા , ટ્રસ્ટી તરીકે પરબતભાઈ ભાદરકા, રમેશભાઈ રાવલીયા, રામસીભાઈ ચાવડા નેભાભાઇ સુવા, પાલભાઈ આંબલીયા, માલદેભાઈ કંડોરિયા, ભરતભાઈ ગોરીયા, ભીમસીભાઈ આંબલીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આજે તમામ ટ્રસ્ટીગણ ઉપરાંત પીઠાભાઈ વારોતરીયા, ખીમભાઈ ભોચીયા, રામસીભાઈ ગોરિયા, દેવસીભાઈ કરમુર, દેવશીભાઈ કરમુર, કાનભાઈ ભાટુ, હિતેશભાઈ પીંડારિયા, કરણાભાઈ વાઢીયા, દુદાભાઈ કેસરિયા, પરબતભાઈ વરુ, ધરણાતભાઈ ચાવડા, દિલીપભાઈ હાથલિયા, રામસીભાઈ ચાવડા, નેભાભાઈ પીંડારિયા સહિતની યુવા ટીમ હાજર રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here