રાજવી પરિવારના રાજકુમારીબાનું નિધન, જામસાહેબે શોક જતાવ્યો

0
2073

કચ્છના જામ રાજાઓએ સમગ્ર હાલારમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કરી હાલારને ઉંચેરુ સ્થાન અપાવ્યું છે. સદીઓ સુધી હાલારમાં રાજ કરી ગૌરવંતો ઈતિહાસ ભેટ ધર્યો છે તેવા યશસ્વી રાજવી પરીવારના જ રાજકુમારી હર્ષદકુમારી બાદનું આજે ૮૬ વરસની વયે અંતિમ શ્વાસ ભર્યા છે. સ્વ હર્ષદકુમારીબા જીવનના અંતિમ પડાવમાં પણ કાર્યરત રહી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ રહ્યા હતા. તેઓના નિધનથી રાજવી પરિવાર સહીત સમગ્ર હાલારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોતાના મોટા બહેનના નિધનને લઈને જામસાહેબે વિશ્વભરમાં ફેલાયેલ શોક સંદેશ પાઠવ્યો છે.

જામ રાજવી પરિવારના રાજકુમારી હર્ષદકુમારીબાનો જન્મ ૭/૨/૧૯૩૬ના રોજ નવાનગર ખાતે થયો હતો. તેઓ એક પખવાડિયાથી સારવાર લઇ રહયા હતા. તેમનું આજે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અવશાન થયું છે. ૮૬ વર્ષની ઉમર ધરાવતા રાજકુમારી હર્ષદકુમારીબા વિશેષતઃ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને તેની પ્રવૃતિઓ સાથે જોડાયેલ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાથી હોસ્પિટલાઈઝ હતા. પખવાડિયા પૂર્વે એરલીફ્ટ કરી તેણીને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ રાજવી પરિવારની શૈક્ષણિક સંસ્થા સત્યસાઈ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી હતા.

આ ઉપરાંત તેઓ એતિહાસિક ધરોહરનું રક્ષણ કરતી સંસ્થા ઇન્ટુક સાથે પણ જોડાયેલ રહ્યા હતા. તેઓના નિધનથી રાજવી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોતાના મોટા બહેનના અવશાનથી જામ સાહેબ શત્રુશેલ્યજીએ શોક સંદેશ પાઠવી વિશ્વભરના તેના ચાહકોને સાંત્વનાભર્યા બોલ કહ્યા છે. સ્વ હર્ષદકુમારીબા તેઓના જીવનના હમેશા માર્ગદર્શક રહ્યા છે હોવાનો ભાવ પત્રમાં દર્શાવ્યો છે. ઈશ્વર તેઓં આત્માને શાંતિ અર્પે તેવી હદયપૂર્વકની પ્રાર્થના પણ પત્રના અંતે કરી છે.

NO COMMENTS