દેવભૂમિ દ્વારકા: રાજકીય પાર્ટીના હોદ્દેદારને પ્રિસાઈડિંગ ઓફિસરનો ઓર્ડર

0
2487

દ્વારકા જિલ્લા ચૂંટણી વહીવટી દ્વારા રાજકીય પાર્ટીમાં હોદો ધરાવતા પ્રોફેસરને મતદાન કેન્દ્રના પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનો ઓર્ડર કાઢવામાં આવતા ચર્ચાઓ જાગી છે. બહુજન મુક્તિ પાર્ટીના પ્રભારી અને શારદાપીઠ કોલેજના પ્રોફેસરને જવાબદારી સોંપવામાં આવતા વહીવટી તંત્ર સામે શંકાઓ ઉઠવા પામી છે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણી આગામી તારીખ પહેલીના રોજ યોજવા જઈ રહી છે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચૂંટણી વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા થી માંડીને તમામ વ્યવસ્થાઓ આટોપી લેવામાં આવી છે.

સામાન્ય રીતે કોઈ પાર્ટી સાથે સંકળાયેલ વ્યક્તિને ચૂંટણી ફરજ સોંપવામાં આવતી નથી પરંતુ દ્વારકા ચૂંટણી તંત્ર દ્વારા દ્વારકાની શારદાપીઠ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને બહુજન મુક્તિ પાર્ટીના પ્રભારી મંત્રી તરીકેના હોદા પર રહેલ પ્રકાશ ભાઈ વણકરને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ બાબતે પ્રોફેસર પ્રકાશભાઈ દ્વારા ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. છતાં પણ પ્રોફેસર વણકરને જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ 2019 થી બહુજન મુક્તિ પાર્ટી સાથે સંકળાયેલા છે અને હાલ તેઓ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે.

NO COMMENTS